________________
૨૬૬
સત્ર કૃતાંગ સત્ર અo ૯ ૧૦ ૧
શબ્દાર્થ : (૧) સુગંધી પદાર્થો (૨) ફૂલની માળા (૩) સ્નાન (૪) દંતમંજન (૫) પરિગ્રહ (૬) સ્ત્રી સેવન (૭) કાર્યો (૮) કર્મબંધનના કારણ જાણવા.
ભાવાર્થ - શરીરમાં કે વસ્ત્રમાં સુગંધી પદાર્થો લગાડવા, ફૂલની માળા પહેરવી, સ્નાન કરવું, દાંતને ધોવા, પરિગ્રહ રાખે, સ્ત્રી સેવન કરવું, એ બધા કાર્યો સાધકને અશુભ કર્મ બંધનના કારણે જાણવા, એ બધા સાવદ્ય અનુષ્ઠાને સંસાર વૃદ્ધિ રૂપ જન્મ મરણના હેતુ જાણી વિદ્વાન મુનિએ તે સર્વને ત્યાગ કરે તેમ જ ગૃહસ્થને માટે પણ આત્મહિતનું કારણ જાણવું.
उद्देसियं कीयगडं, पामिञ्च चेव आहडं । पूयं अणेसणिज्जं च, तं विजं परिजाणिया॥१४॥
શબ્દાર્થ : (૧) ઉદ્દેશક આહારાદિ (૨) વેચાણ લાવેલ () ઉધાર લાવેલ (૪) સન્મુખ લાવેલ (૫) આધાકમ આહારથી મિશ્ર થયેલ (૬) દેવયુક્ત અશુદ્ધ આહાર (૭) તે બધા આહાર (૮) સાધકને કર્મબંધનના કારણ જાણી ત્યાગ કરે (૯) વિદ્વાન મુનિ.
ભાવાર્થ- સાધુને દાન આપવાની ભાવનાથી સાધુને ઉદ્દેશીને બનાવેલ આહાર, વેચાણ લાવેલ હોય, ઉધાર લાવેલ હોય, આધાકમી આહારથી મિશ્ર થયેલ આહાર હોય તથા સામે લાવેલ આહારાદિ સાધુને આશ્રીને ઉત્પન્ન થયેલા સર્વ પ્રકારના દેષયુકત આહારાદિ સંસારવૃદ્ધિના તથા અશુભ કર્મબંધનના કારણ જાણી વિદ્વાન મુનિ દેષયુક્ત આહારદિને ગ્રહણ કરે નહિ સંયમના ઘાતક જાણી દોષયુક્ત આહારાદિ ગ્રહણ કરે નહિ. આવા પ્રકારને સાધુ આચાર છે. નિર્દોષ આહાર ગ્રહણ કરે.