________________
સન્ન થતાંગ સૂત્ર અ. ૯ ૧૦ ૧
२१५
કરવાં ઉપયેગવંત રહેવું. સાધકની સર્વ ધાર્મિક આદિ ક્રિયાઓને માયાકપટ કષાય નિષ્ફળ બનાવે છે, લેભ આત્માને વિવેક શુન્ય બનાવે છે, કેધથી જ્ઞાનની હાની થાય છે, માન આત્માને અધમગતિમાં લઈ જાય છે એમ જાણી ચારે કષાયોને દૂર કરવા, કષાયથી સંસારની (જન્મ મરણ) વૃદ્ધિ થાય છે, સંસારમાં જીવને સ્થિર રાખે છે, કષાયથી જ હિંસા, અસત્ય, અદત, મૈથુન સેવન, પરિગ્રહ મમત્વમાં લીન બની અમૂલ્ય માનવભવને વ્યર્થ બનાવે છે. એમ જાણ સાધક તથા આત્માથી જીએ કષાયથી દૂર રહેવું તે સમાધિ સુખનું કારણ છે.
धोयणं रयणं चेव, वत्थीकम्मं विरेयणं । वमणंजण पलीमंथ, तं. विज्जं परिजाणिया ॥१२॥
શબ્દાર્થ ઃ (૧) હાથ-પગ, વસ્ત્રાદિ દેવા (૨) રંગવા (૩) બસ્તિકર્મ(૪) જુલાબ લે (૫) વમન કરવું (૬) આંખમાં અંજન કરવું (૭) સંયમને નષ્ટ કરવારૂપ કાર્યો (૮) તેને (૯), વિદ્વાન મુનિ (૧૦) જાણે.
ભાવાર્થ – હાથ, પગ, વસ્ત્રાદિને ધોવાં વસ્ત્રોને રંગવા, બસ્તિ કર્મ એટલે ગુદા દ્વારા બળ વધારવાની ક્રિયા, વિરેચન લે, દવા લઈ વમન કરવું, આંખમાં આંજન કરવું, એ બધાં કાર્યો તથા હરકોઈ શરીર સંસ્કાર શેભા નિમિત્તે કરવા તે બધાં સંયમને ઘાત કરનારા અને અશુભ કર્મ બંધનના કારણ રૂપ તથા તેના વિપાકે દુઃખરૂપ જાણીને વિદ્વાન મુનિએ એ સર્વ કાર્યોને ત્યાગ કરે. એ સાધકને કલ્યાણરૂપ છે.
गंधमल्लसिणाणं च, दंतपक्खालणं तहा । વિવિજ , તે વિન્ન રિવાજા પાસા