________________
સત્ર કૃતગ સૂત્ર અ૦ ૮ ૧૦ ૧
૨૪
સર્વ સુખો અશાશ્વત જાણી, તથા થોડા કાળના જાણી, અહંકાર, મમત્વને દૂર કરવા, વળી જ્ઞાતિ તથા સ્વજન તથા પ્રિય મિત્ર સાથેના સહવાસ પણ અનિત્ય છે, ઘણા કાળ સુધી બંધ સાથે રહેવા છતાં અંતમાં સદાને માટે વિયેગ થાય છે, બહુ કાળ સુધી ભોગોને ભોગવવા છતાં તૃપ્તિ થતી જ નથી, બહુ કાળ સુધી શરીરનું પિષણ કરવા છતાં શરીર પણ એક દિવસ નાશને પ્રાપ્ત થાય છે. પરંતુ જે પ્રેમથી ધર્મની ચિંતા કરી હોય, ધર્મનું સેવન કરેલ હોય તે તે ધર્મ આ લેકમાં તથા લેકમાં અન્ય ભવે માં સહાયક થાય છે, સુખ પ્રાપ્ત કરાવે છે, જ્યારે ભેગે પગના સુખના ભગવટા પાછળ દુઃખ રૂપ વિપાકો લાંબા કાળ સુધી ભેગવવાં પડે છે, તેમ જ ભેગના સાધનો કદાચ ભેગી જીવોને છોડીને ચાલ્યા જાય છે (ધનસંપત્તિ દુપદ ચઉપદ વગેરે) અગર તે ભાગોના સાધને છેડી ભેગી જીવ ચાલ્યા જાય છે-મૃત્યુને પામે છે અને અધમ ગતિમાં ઉત્પન્ન થાય છે એમ જાણી ધર્મ આરાધન કરી પ્રાપ્ત થયેલ અમૂલ્ય માનવ ભવને સફળ બનાવવા જાગૃત રહો.
एवमादाय मेहावि, अप्पणो गिद्धिमुद्धरे । आरियं उपसंपज्जे, सव्वधम्ममकोवि यं ॥१३।।
શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત કથનને (૨) વિચાર કરી (૩) બુદ્ધિમાન મુનિ (૪) પોતાની (૫) મમત્વ બુદ્ધિને (૬) છેડે (૭) કુતીર્થિક ધર્મોથી (૮) દુષિત ન થયેલ (૯) આર્ય ધર્મને (૧૦) ગ્રહણ કરે.
ભાવાર્થ – સાંસારિક સર્વ ને ઉંચ કે નીચ સ્થાનેવાળાને પિતાના સ્થાને છેડી પરકમાં જવું જ પડે છે એમ વિચાર કરીને પોતાની મમત્વ બુદ્ધિને દૂર કરે, સર્વ કુતીર્થિક ધર્મથી દુષિત નહિ થયેલ એવા આર્યધર્મ શ્રત અને ચારિત્રરૂપ