________________
૨૪૬
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ઉ૦૧ | શબ્દાર્થ ઃ (૧) જીવઘાત કરવાવાળા પુરુષ અનેક જન્મને માટે જીવની સાથે (૨) વૈરબંધન (૩) કરે છે (૪) નવાં વૈર (૫) કરે છે(૬) પુનઃ (9) જીવહિંસા (૮) પાપ ઉત્પન્ન કરનારી છે (૯) અંતમાં (૧૦) દુઃખને દે છે.
ભાવાર્થ - જીવહિંસા કરવાવાળા પુરુષે મૃત્યુ પામનાર જીની સાથે અનેક જન્મને માટે વિર બંધન બાંધે છે. અને એ જ ભવમાં કે બીજા ભવમાં એ જ ઘાત કરનારા જીવોને મારે છે. ત્રીજા જન્મમાં ફરી મરનાર જીવ મારનારને મારે છે આવા પ્રકારે વૈરની પરંપરા ચાલતી રહે છે. જીવહિંસા પાપને ઉત્પન્ન કરનારી છે તેને વિપાકે દુઃખ રૂપ હોય છે અસાતારૂપ હોય છે જાણી હિંસાથી દૂર રહેવા સજજન પુરુષોએ ઉપગ રાખ તે શ્રેયનું કારણ છે.
संपरायं णियच्छिंति, अत्तदुक्कडकारिणो । रागदोमस्सिया बाला, पावं कुव्वंति ते बहुं ॥८॥
શબ્દાર્થ : (૧) સામ્પરાયિક (૨) કર્મ બાંધે છે (૩) સ્વયં (૪) પાપ (૫) કરવાવાળા જીવ (૬) રાગદ્વેષવાળા જીવો (૭) અજ્ઞાની (૮) પાપ (૯) કરે છે (૧૦) બહુ. | ભાવાર્થ- સ્વયં પાય કરવાવાળા જીવે સામાયિક કર્મ બાંધે છે તથા રાગદ્વેષથી અજ્ઞાની બહુ પાપ કરે છે. કવાય યુક્ત (ક્રોધ, માન, માયા, લોભી છે) જે સામ્પરાહિક કમીને બંધ બાંધે છે. રાગદ્વેષથી યુક્ત મલીન આત્માવાળા છ સદસદ વિવેકથી હીન હોવાથી બાલકની માફક અજ્ઞાની છે. આવા મૂખ જીવે જ્ઞાનની હીન નાના કારણે પાપ કાર્યમાં રત રહે છે. આવા જ બધા બાલવીર્યવાળા જાણવા.
एयं सकम्मवीरियं, बालाणं तु पवेदितं । इसो अकम्मविरियं, पंडियाणं सुणेह मे ॥९॥