________________
સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૮ ૧૦ ૧
૨૪૫
ભાવાર્થ- માયા કપટી જીવ કપટ દ્વારા અન્યનાં ધનાદિ લૂંટીને વિષય સેવન કરે છે તથા પોતાનાં સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્ય પ્રાણીઓનાં અંગોના છેદન ભેદન આદિ કરે છે, માયા કપટવાળા કેધ માન, લોભ, વગેરે અવગુણોથી ભરેલ હોય છે, એક અવગુણની ઉપેક્ષા કરતા અનેક અવગુણોની વૃદ્ધિ થાય છે અને કષાય છે તે જાને અધમ ગતિમાં લઈ જવામાં સહાયક બને છે. અધમગતિમાં જ ઉત્પન્ન કરાવે છે. અનંતાનુબંધી કષાયી જેની ગતિ નરકની કહેલ છે અને અપ્રત્યાખ્યાની કૅધ, માન, માયા, લોભવાળાની ગતિ તિર્યંચની કહેલ છે. પાપી જીવ મૃત્યુ બાદ આવી અધમ ગતિઓમાં ઉત્પન્ન થઈ દુઃખ ભોગવે છે.
मणसा वयसा चेव, कायसा चेव अंतसो । आरओ परओ वावि, दुहावि य असंजया ॥६॥
શબ્દાર્થ : (૧) મન (૨) વચન (૩) કાયાથી (૪) કાયાની શક્તિ ન હેય તો મનથી (૫) આ લોક અને (૬) પરલેક (૭) બંને માટે જીવની ઘાત કરે છે કરાવે છે (૮) અસંયમી જીવો.
ભાવાર્થ – અસંયમી છ મન, વચન, કાયાથી અથવા કાયાની શક્તિ ન હોય તે મન, વચનથી આલેક તથા પરલેકનાં સુખની ઈચ્છાથી સ્વયં પ્રાણીઓની ઘાત કરે છે, અન્ય પાસે છની ઘાત કરાવે છે. આવી રીતે ભ્રમણાત્મક બુદ્ધિથી અજ્ઞાની છ કર્મ બંધન કરે છે અને પાપાનુષ્ઠાન વડે સંસાર ભાવને સ્થિર કરે છે.
वेराई कुव्वई वेरी, तओ वेरेहिं रज्जती । पावोवगा य आरंभा, दुक्खफासा य अंतसो ॥७॥
૧૦