________________
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૭ ઉ૦ ૧
૨૪૧
કરે એ પ્રકારે અત્યંતર તપથી કષ્ટ પામતા છતાં રાગદ્વેષ કરે નહિ (૩) મૃત્યુની (૪) કરતા રહે (૫) પ્રતીક્ષા (૬) એ પ્રકારે કર્મને (૭) દૂર કરી (૮) જન્મ. ભરણુ શોકાદિને પ્રાપ્ત ન કરે (૯) ગાડાની ધરી તૂટતાં (૧૦) ગાડું આઘે જઈ શકે નહિ એ પ્રકારે સાધુ ફરી સંસારને પ્રાપ્ત કરે નહિ.
ભાવાર્થ – સાધક મુનિ પરીષહ ઉપસર્ગ દ્વારા દુઃખ પામતા થકા કાષ્ટના પાટીયાની માફક (પાટીયાને બંને બાજુ છોલતા થકા રાગદ્વેષ કરતા નથી) રાગદ્વેષ નહિ કરતા સમભાવથી સહન કરે અને મૃત્યુના આગમનની પ્રતીક્ષા કરતા રહે, આ પ્રકારે સાધુ સંયમ પાલન દ્વારા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આરાધન કરતા થકા દુઃખને સમભાવે સહન કરી પરભાવોથી અલગ રહી, પરભાવનું વિસ્મરણ કરી, આત્માથી દેહને ભિન્ન જાણું દેહ મમત્વને દૂર કરી, સર્વ કર્મનો ક્ષય કરી, શુકલ ધ્યાન ધ્યાતા થકા સ્વચિંતનની એકાગ્રતાથી ( નવીન આયુષ્યનું બંધન નહિ કરતા) શ્રેણી પ્રાપ્ત કરી કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રાપ્ત કરી સંસારને અંત કરે છે. જેઓને ફરીથી જન્મ, મરણ, શક આદિ સંસારમાં આવવાનું રહેતું જ નથી. જેમ ગાડાની ધરી ભાગી જવાથી ગાડું આઘે જઈ શકતું નથી. એ જ રીતે અષ્ટ કમને ક્ષય થવાથી સિદ્ધ ગતિને પ્રાપ્ત થતા જીવેને ફરી સંસારમાં આવવાનું રહેતું નથી અને મોક્ષનાં શાશ્વતાં ર દિ અનંત સુખ ભોગવતા સમાધિ ભાવમાં જ સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન રહે છે.
અધ્યયન ૭મું સમાપ્ત.