________________
સત્ર કૃતગ સૂત્ર અ૦ ૭ ઉ. ૧
૨૩૧
શબ્દાર્થ : (૧) સાંજના (૨) સવારના (૩) જલ (૪) સ્પર્શથી (૫) જલનાનથી () મેક્ષની (૭) પ્રાપ્તિ બતાવે છે (૮) એમ જે જલ-(૯) સ્નાનથી (૧૦) મુક્તિ (૧૧) પ્રાપ્ત થાય (૧૨) જલમાં રહેનારા (૧૩) જીવો (૧૪) ઘણું (૧૫) મોક્ષને પ્રાપ્ત કરે.
ભાવાર્થ – સાંજના તથા સવારના જલ સ્નાનથી જે મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ બતાવે છે એ તદન અસત્ય છે જે જલા સ્નાનથીસ્પર્શથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય તે જલમાં રહેનારા પ્રાણીઓને પણ મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ તેમ તે બનતું નથી. વળી બ્રહ્મચારીઓને માટે તે સ્નાન કરવાને સર્વથા નિષેધ છે. સ્થાનથી મદ તથા દર્પ ઉત્પન્ન થાય છે. વળી જલથી શરીરની વિશુદ્ધિ થાય તે પણ અલ્પકાળ માટે થાય છે. જેથી અન્ય તીર્થીઓનું કથન અસત્ય છે, ન્યાય સંગત નથી. વળી જલ સ્નાનથી તે જીવની ઘાત થાય છે અને તે ઘાતથી રબંધન રૂપ અશુભ કર્મોના બંધન થાય છે. જેના વિપાકમાં જન્મ મરણની વૃદ્ધિ થાય છે જાણી સાધકે સ્નાન કરવું નાહ જોઈએ.
मच्छा य कुम्मा य सिरासिवा य, मग्गू य उट्ठा दगरक्खसा य। अट्ठाणमेयं कुसला वयंति, उदगेण जे सिद्धिमुदाहरंति ॥१५॥
શબ્દાર્થ: (૧) મતસ્ય (૨) કાચબા (૩) સરીસૃપ () ઊંટ નામનું જલચર (૫) જલકાગ અથવા ડિક (૬) જલમનુષ્ય (૭) જલસ્પર્શથી (૮) મુકિત (૯) પ્રાપ્ત કરે (૧૦) એ કથન (૧૧) અસત્ય છે (૧૨) એમ તીર્થકર દેવો (૧૩) કહે છે.
ભાવાર્થ – જે જલસ્પર્શથી મુક્તિ પ્રાપ્ત થતી હોય તે માછલાં, કાચબા, સરીસૃપ, જલમનુષ્ય, જલકાગ, દેડકા આદિ ઘણું જલચર જી સર્વથી પહેલાં મોક્ષને પ્રાપ્ત કરી શકે, પરંતુ તેમ તે