________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૬ ઉ૦. ૧
૨૪૫ પદાર્થોમાં ચંદન પ્રધાન છે, એવી રીતે સર્વે મુનિઓમાં કામના રહિત ભગવાન મહાવીર સ્વામી પ્રધાન હતા.
जहा सयंभू उदहीण सेढे, नागेमु वा धरणिंदमाहु सेढे । खोओदए वा रस वेजयंते, तवोवहाणे मुणिवेजयंते ॥२०॥ | શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) સમુદ્રોમાં (૩) સ્વયસૂરમણ સમુદ્ર () શ્રેષ્ઠ છે (૫) નાગ દેવામાં (૬) ધરણેન્દ્રને (૭) શ્રેષ્ઠ (૮) કહેલ છે (૯) રસવાળા સમુદ્રોમાં (૧૦) અક્ષરોદક સમુદ્ર (૧૧) શ્રેષ્ઠ છે (૧૨) તપઉપધાનમાં (૧૩) મુનિભગવાનને (૧૪) શ્રેષ્ઠ કહેલ છે.
ભાવાર્થ- જેમ સવ સમુદ્રોમાં સ્વયજૂરમણ સમુદ્ર પ્રધાન છે. નાગદેમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે. સર્વરસવાળા સમુદ્રોમાં ઈશ્નરસાદક સમુદ્ર શ્રેષ્ઠ છે. એ રીતે તપસ્વીઓમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને શ્રેષ્ઠ કહેલ છે. (સ્વયમ્ભરમણ સમુદ્ર બધા સમુદ્રમાં છેલ્લો સમુદ્ર છે અને બધા સમુદ્ર ચુડીના આકારે ગેળ રહેલા છે.)
हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गया । पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणवादीणिह णायपुत्ते ॥२१॥
શબ્દાર્થ : (૧) હાથીઓમાં (૨) જગત પ્રસિદ્ધ (૩) ઐરાવણ હાથીને (૪) શ્રેષ્ઠ કહેલ છે (૫) મૃગમાં (૬) સિંહ પ્રધાન છે (૭) નદીઓમાં (2) ગંગાનદી પ્રધાન છે (૯) પક્ષીઓમાં (૧૦) ગુરુડ પ્રધાન છે (૧૧) મોક્ષવાદિઓમાં (૧૨) ભગવાન મહાવીર સ્વામી પ્રધાન કહેલ છે.
ભાવાર્થ – હાથીઓમાં ઐરાવણ, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા નદી, પક્ષીઓમાં ગરુડ-વેણુદેવ શ્રેષ્ઠ છે એવી રીતે મોક્ષવાદિ એમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે.