________________
ર૧૪
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૧
કરીને, સર્વોત્તમ સિદ્ધિપદને પ્રાપ્ત કરી જેની આદિ છે પરંતુ અન્ત નથી, એવી પાંચમી ગતિનાં શાશ્વતા સુખને પામ્યા.
खेसु णाते जह सामली वा, जस्सिं रतिं वेययती सुवा । षणेसुवा णंदणमाहु सेढे, नाणेण सीलेण य भूतिपन्ने ॥१८॥
શબ્દાર્થ : (૧) જેમ (૨) વૃક્ષોમાં (૩) જગત પ્રસિદ્ધ (૪) શામલી વૃક્ષ છે. (૫) જેના ઉપર (૬) સુવર્ણદેવે (૭) આનંદ (૮) અનુભવે છે (૮) (૯) વનમાં જેમ (૧૦) નંદનવન (૧૧) શ્રેષ્ઠ છે (૧૨) જ્ઞાન (૧૩) ચારિત્ર આ શ્રી ભગવાન મહાવીર (૧૪) ઉત્તમ જ્ઞાની શ્રેષ્ઠ શીધ્રપત્તાવાળા હતા.
ભાવાર્થ:- જેમ વૃક્ષમાં જગપ્રસિદ્ધ શામલી નામનું વૃક્ષ શ્રેષ્ઠ છે. જેના ઉપર સુવર્ણકુમાર નામના દેવ આનંદનો અનુભવ કરે છે અને વનમાં નંદનવન સર્વ વનમાં શ્રેષ્ઠ છે, એવી રીતે જ્ઞાન અને ચારિત્રમાં ભગવાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ હતા, એટલે કેવળ જ્ઞાન આશ્રી સર્વથી ઉત્તમ જ્ઞાની તથા શીધ્ર પ્રજ્ઞાવાળા હતા.
पणियं व सदाण अणुत्तरे उ, चंदो व ताराण महाणु भावे । गंधेसु वा चंदणमाहु सेलु, एवं मुणीणं अपडिनमाहु ॥१९॥
શબ્દાર્થ ઃ (૧) શબ્દમાં (૨) મેઘગર્જના (૩) સર્વ શબ્દમાં પ્રધાન (૪) તારાઓમાં (૫) મહાનુભાવ (૬) ચંદ્રમા શ્રેષ્ઠ છે (૭) ગંધમાં (૮) ચંદન (૯) શ્રેષ્ઠ છે (૧૦) એમ (૧૧) સર્વ મુનિઓમાં (૧૨) કામના રહિત ભગવાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ હતા.
ભાવાર્થ – જેમ સર્વ શબ્દોમાં મેઘરાજન શબ્દ પ્રધાન છે અને સર્વ તારાગણમાં ચંદ્રમાં પ્રધાન છે તથા સર્વ ગંધવાળા