________________
२०४
સત્ર કૃતગિ સત્ર અ૦ ૫ ૧૦ ૨
શબ્દાર્થ : (૧) વિદ્વાન પુરુષ (૨) એ (૩) નરકના ભાવ (૪) સાંભળી (૫) સર્વ લેકમાં (૬) કઈ જીવની (૭) હિંસા (૮) ન કરે છવાદિતમાં (૯) વિશ્વાસ રાખી (૧૦) પરિગ્રહ રહિત બની અશુભ કર્મો કરવાવાળા તથા તેના ફલ ભોગવવાવાળા (૧૧) જીવોને સમજે અથવા કષાયના સ્વરૂપને (૧૨) જાણે અને કષાયના (૧૩) વશમાં ન (૧૪) જાય. | ભાવાર્થ – વિદ્વાન પુરુષ નરકસ્થાનને ભાવ સાંભળીને સર્વ લેકમાં કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે, તેમ જ જીવાદિ તત્વોમાં સમ્યક શ્રદ્ધા રાખી પરિગ્રહ મમત્વ ઘટાડી પરિગ્રહરહિત થઈ કષાયના વરૂપને જાણ કષાયોને વશ ન થાય અને સાવધ અનુષ્ઠાનથી દૂર રહી સાધકે સંયમ અનુષ્ઠાનનું ઉપયેગવંત રહી પાલન કરવું.
૮
૧૦
૧૧
૧૨
૧૩
एवं तिरिक्खे मणुयासु (म)रेसुं, चतुरन्तऽणंतं तयणुविवागं । स सव्वमेयं इति वेदइता, कंखेन कालं धुयमायरेज ॥२५॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવતાઓમાં પણ (૫) ચારગતિ અથવા (૫) અનંત સંસાર (૬) વિપાકને જાણે (૭) તથા તેને અનુરૂપ (૮) બુદ્ધિમાન પુષ (૯) એ (૧૦) સર્વ વાતોને (૧૧) જાણ (૧૨) પ્રતીક્ષા કરે (૧૩) મરણકાળની (૧૪) સંયમનું પાલન કરે. | ભાવાર્થ – જેમ પાપી પુરુષની નરકગતિ તથા નરકસ્થાનના દુખની હકીકત કહી એ પ્રકારે તિર્યંચગતિ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌઈન્દ્રિય, સંસી અસંસી તિર્યંચ પંચેન્દ્રિય) મનુષ્યગતિ તથા દેવગતિને પણ જાણવી ચારગતિ. યુક્ત અનંત સંસાર તથા કર્માનુસાર વિપાક ફળ દેવાવાળો જાણવે. બુદ્ધિમાન પુરુષ સંસારનું, કર્મનું સ્વરૂપ જાણી મરણપર્યત આરંભ પરિગ્રહને ત્યાગ કરી, કષાયને ત્યાગ કરી અનંતા સુખને પ્રાપ્ત કરાવનાર એવા સંયમનું શુદ્ધ પાલન કરે એમ હું કહું છું.
અધ્યયન ૫ મું સમાપ્ત.