________________
ત્યારે શ્રી વિનેદમુનિએ પિતાના હસ્તાક્ષરે નિવેદન શ્રી સંઘ સમક્ષ પ્રગટ કર્યું તેને સાર નીચે મુજબ છે –
- મારા માતા-પિતા મેહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “અસંખયં જીવિય મા પમાયએ”ને આધારે એક ક્ષણ પણ દીક્ષાથી વંચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ-વગેરેએ મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનું કહેલ પરંતુ મને સમય માત્રને પ્રમાદ કરો ઠીક ન લાગ્યો, તેથી શ્રી અરિહંત ભગવંતે તથા શ્રી સિદ્ધ ભગવંતેની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવજ્યને પાઠ ભણીને, મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરી છે. સમાજને બેટ
ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જેનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃતાંત પ્રગટ કરવો ઉચિત છે.
ઉત્તરાધ્યયનછ સૂત્રના ૧૯મા અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય-જીવનનું ખરું કર્તાવ્ય, મેક્ષફળ આપનારી દીક્ષા જ છે.
છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા બાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતે નહીં અને બીજી બાજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે મારે જરાપણ પ્રમાદ કરે ઉચિત નથી તેથી મેં વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીને સકળ સંઘ મારા આ કાર્યને અનુમોદશે જ. “તથાસ્તુ”
રાજકેટમાં શ્રી વિનોદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનોદકુમાર કેમ દેખાતા નથી એટલે તપાસ થવા માંડી. ગામમાં કયાંય પત્તો ન લાગ્યા. એટલે બહારગામ તારો કર્યા. ક્યાંયથી પણ