________________
સંતોષકારક સમાચાર સાંપડ્યા નહીં. અર્થાત પત્તો મળે જ નહીં. આમ વિમાસણને પરિણામે પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદી આવી. તે એ હતી કે તે વખતે શ્રી વિનેદકુમારે આજ્ઞા માગેલી કે
બાપુજી! આપની આજ્ઞા હોય તે આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જાઉં કારણ કે ખીચનમાં ૫ ગુરુમહારાજ શ્રી સમર્થમલજી મુનિ કે જેઓ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે કે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ. શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે તે મારી ઈચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે
આ વાતચીતનું સ્મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પં. પૂર્ણચંદ્રજી દકને પિતાની પાસે લાવ્યા અને વિનેદકુમાર માટેની પિતાની ચિંતા વ્યક્ત કરી. પંડિતજીનું પણ આ વાતને સમર્થન મળ્યું. તેઓશ્રીએ જણાવ્યું કે “થોડા સમય પૂર્વે શ્રી વિનોદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની સગવડ છે?” આમ મારી સાથે પણ વાર્તાલાપ થયે તે બન્નેને આ પ્રમાણે એકમત થતાં પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી. તા. ૨૬-૫-૧૭ ના રોજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર, તાર કર્યો
- તા. ૨૮-૫-૧૭ ના રોજ જવાબ આવ્યું કે શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુર શ્રી એમ. પી. સાહેબ, શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનેદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મોકલ્યા. તા. ૨૮-૫-૧૭ ના રોજ રવાના થઈ તા. ૩૦-પ-૧૭ ના રોજ સવારે ફલેદી સ્ટેશને પહોંચ્યા. બેલગાડીમાં તેઓ ખીચન ગયા કે જ્યાં સ્થિવર મુનિશ્રી શીરમલજી મહારાજ તથા પૂજ્ય પંડિત રત્ન, શાસ્ત્ર વિશારદ શ્રી સમર્થમલજી મહારાજ આદિ ઠાણા ૮ તથા પૂજ્ય તપસ્વીજી મહારાજ શ્રી લાલચંદજી મહારાજ આદિ