________________
૧૯૬
સૂત્ર કૃતગ સત્ર અ૦ ૫ ૧૦ ૨
શબ્દાર્થ : (૧) સદૈવ (૨) બળતા (૩) સ્થાન (૪) પ્રાણીઓના ઘાત સ્થાન (૫) મહાન છે (૬) જેમા (૭) કાષ્ટવિના (2) બળતી (૯) અગ્નિ (૧૦) બહુ દૂર કર્મ કરવાવાળા (૧૧) બંધાએલા (૧૨) રહે છે (૧૩) કેઈ (૧૪) આજંદ કરવાવાળા (૧૫) ચિરસ્થિતિવાળા.
ભાવાર્થ - આવા નરકસ્થાનમાં સદાય બળતું, પ્રાણીઓને વધ કરવાનું એક સ્થાન છે, જેમાં કાષ્ટ વિના સદાય અગ્નિ બળતી રહે છે, ત્યાં તે સ્થાનમાં બહુ ક્રૂર કર્મો કરવાવાળા નારકીએ બંધાએલા રહે છે. તથા પાપના ફળ ભોગવવાં લાંબા કાળ સુધી નિવાસ કરવાવાળા હોય છે. અતિ તીવ્ર વેદનાને લઈ નારકીઓ સદા કરુણ રૂદન કરતા રહે છે.
૧૧
चिया महंतीउ समारभित्ता, छुन्भंति ते तं कलुणं रसंत ।
९ १० १२ ११ आवट्टती तत्थ असाहुकम्मा; सप्पी जहा पडियं जोइमझे ॥
- ૨ . | શબ્દાર્થ : (૧) ચિતા (૨) મહાન (૩) તૈયાર કરી તેમાં (૪) નાંખે છે (૫) પરમાધામી (૬) નારકી (૭) કરુણુયુક્ત (૮) વિલાપ કરે છે () ધી (૧૦) માફક ગળી જાય છે (૧૧) ત્યાં અગ્નિમાં (૧૨) પડયા થકા (૧૩) ઓગળી જાય છે (૧૪) તેમાં (૧૫) પાપીજીવ.
ભાવાર્થ – પરમાધામી દેવે એક મોટી ચિતા બનાવી તેમાં રૌદ્ર આક્રંદ કરતાં નારકી જીવોને તે ચિતામાં ફેકે છે. જેમ અગ્નિમાં ઘી, તેમ અગ્નિ સળગતી ચિતામાં પડતા તે નારકી જેના શરીરે ઓગળી જઈ પાણી માફક થઈ જાય છે. છતાં તે નારકી જી મરણ પામતા નથી. પરંતુ તીવ્ર વેદનાને અનુભવ કરે છે. નાકી ના શરીરના ટુકડા થઈ જાય અગર અગ્નિમાં પડતા ઘી માફક ગળી જાય પશ્ચાત થોડા જ સમયમાં શરીર રૂપે પરિણત થઈ જાય છે, પરંતુ આયુષ્ય હોય ત્યાં સુધી મૃત્યુને પ્રાપ્ત થતા નથી.