________________
. ૧૯૩
સત્ર કુતાગ સૂત્ર અ૦ ૫ ૧૦ ૨ ते संपगाढसि पवज्जमाणा, सिलाहि हम्मति निपातिणीहिं । संतावणी नाम चिरद्वितीया, संतप्पती जत्थ असाहुकम्मा ॥६॥
શબ્દાર્થ : (૧) તે નારકી (૨) અતિવેદનાયુક્ત નરકમાં (૩) ગયાથકાં (૪) સન્મુખ પડતી (૫) શિલાદ્વારા હણાય છે (૭) સંતાપની (૮) નામની નરક લાંબાકાળ (૯) પર્વતની સ્થિતિવાળી (૧૦) જેમાં (૧૧) પાપકર્મ કરવાવાળા જ (૧૨) દુઓને ભેગવે છે.
ભાવાર્થ – તીવ્ર વેદનાયુક્ત નરકમાં રહેલાં નારકી જીની સન્મુખ પડતી શિલાઓથી દબાઈને હણાય છે, પીડા પામે છે, આવી સંતાપ-દુઃખ આપનારી સંતાપની નામની નરકમાં ઉત્પન્ન થયેલા નારકી જીની સ્થિતિ પણ ઘણાં લાંબા કાળની હોય છે. ત્યાં પાણી
ચિરકાળ સુધી તીવ્ર દુઃખને ભગવે છે. कंदूसु पक्खिप्प पयंति बालं, ततोविदड्डा पुण उप्पयंति । . ते उड़काएहिं पखजमाणा, अवरोह र
શબ્દાર્થ: (૧) ગેડીના આકારવાળી નરકમાં (૨) નારકીના જીવને (૩) નાંખી (૪) પકાવે છે (૫) તેમાં બળતા થકાં નારકીના જેવો (૬) ત્યાંથી (૭) પુનઃ (૮) ઉંચે ઉછળે છે (બહુ પીડા થતા) ત્યાં ઉંચે (૯) નારકીના જીવોના શરીરના માંસને વૈક્રય રૂ૫ વાળા (૧૦) કોણ કાક પક્ષીઓ (૧૧) તોડીને ખાય છે (૨) અન્ય સિંહ (૧૩) વ્યાધ્ર આદિ નારકીના (૧૪) શરીરને ફાડી ખાય છે.
ભાવાર્થ- નરકપાલ-પરમાધામી નારકીના જેને ગેડીના આકારવાળી કુંભમાં નાંખી પકાવે છે, ત્યાંથી ભુજાતા ચણાની માફક ઉછાળી ઊંચા જાય છે, ત્યાં ઊંચે દ્રોણકક આદિ પક્ષીઓ નારકીના શરીરને તેડીને તેના માંસને ખાય છે. તે સિવાય પરમાધામીએ વિકુવેલ સિહ, વાઘ આદિ નારકીના શરીરને ફાડી ખાય છે, નરકના આવા દુઃખે પાપી જીવોને ભેગવવાં પડે છે.
II