________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ
૫ ઉ૦ ૧
વરસ સુધી અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ કાળ સુધી તીવ્ર અને મંદ પાપકર્મોને આશ્રયી એ છે કે વધારે સમય નરકસ્થાનમાં રહે છે. નરકની વેદનાનું વિશેષ વર્ણન મ. શ્રી જવાહરલાલજી કૃત સુયગડાંગ સૂત્રમાં જેવું. આ લોકની વેદના કરતાં નરસ્થામાં અનંતગુણી વેદના કહેલ છે.
तहिं च ते लोलणसंपगाढे, गाढं सुतत्तं अगणि वयति ।
न तत्थ सायं लहती भिदुग्गे,अरहियाभितोवातहवीतविति॥१७॥
શબ્દાર્થ : (૧) એ નરકમાં (૨) વિશેષગાઢ અગ્નિ વિશાલક્ષેત્રમાં (2) અત્યન્ત (૪) તપ્ત (૫) અગ્નિ પાસે (૬) નારકી જાય છે (૭) નથી (૮) ત્યાં લેશમાત્ર નારકીના છ (૯) સુખ (૧૦) પામતા (૧૧) અતિદુર્ગમ (૧૨) તાપથી યુક્ત હોવા છતા (૧૩) તથાપી (૧૪) તપાવે છે.
ભાવાર્થ- જે નરકસ્થાનમાં શીતનો ઉપદ્રવ વધારે છે ત્યાં શીતથી પીડિત નારકીઓ પિતાને લાગતી તીવ્ર ઠંડી દૂર કરવા માટે બળતા અગ્નિ પાસે જાય છે. પરંતુ ત્યાં પણ લેશમાત્ર નારકીના જીવે સુખ પામતા નથી. વળી ત્યાંની અગ્નિ અતિ ભયંકર હોવાથી ત્યાં દાહની પીડાથી બળતા દુઃખ પામતા તેઓને પરમાધામીઓ વિશેષ તપાવી વધારે બાળે છે અને ગરમ તેલ છાંટી વધારે પીડા ઉત્પન્ન કરાવે છે.
से सुच्चई नगरवहे व सद्द, दुहोवणीयाणि पयाणि तत्थ ।
उदिण्णकम्माण उर्तिण्णकम्मा पुणो पुणो ते सरहं दुहेति१८॥
| શબ્દાર્થ: (૧) પશ્ચાત (૨) સંભળાય છે (૩) નગર વધના સમાન (૪) શબ્દ (૫) નરકમાં (૬) કરુણામય (૭) મહાન શબ્દો (૮) મિથ્યાત્વ આદિ ઉદયથી