________________
૧૬૮
સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૨
ભાવાર્થ – શીલ ભ્રષ્ટ પુરુષને સ્ત્રી કહે છે કે શાક પકાવવા માટે તપેલી તથા આંબળ તથા પાણી રાખવા વાસણ, તિલક કરવા તથા અંજન માટે સળી લાવો, તથા ગરમીમાં હવા નાખવા પંખા લાવે.
संडासगं च फणिहं च, सीहलिपासगं च आणाहि । आदंसगं च पयच्छाहि, दंतपक्खालणं पवेसाहि ॥११॥
શબ્દાર્થ : (૧) કાંખના કેશ ઉખેડવા ચિપી કેશ સમારવા (૨) કાંકથી અગર દાંતિ કેશ બાંધવા માટે ઉનની (૩) દેરી (૪) લા (૫) દાંત સાફ કરવા (૬) દંતમંજન લાવે (૭) દર્પણ (૮) લાવો.
ભાવાર્થ- કાંબલીના તથા નાકના કેશે દૂર કરવા ચિપ લા, કેશ સમારવા કાંગસી લાવે, કેશ બાંધવા માટે ઉનની દેરી લા, મુખ જેવા માટે દર્પણ લાવે, દાંત સાફ કરવા દંત-મંજન લા, આ રીતે ભ્રષ્ટ થયેલ સ્ત્રીમાં આસક્ત પુરુષને સ્ત્રીના કાર્યો કરવા પડે છે. દાસના જેવી સ્થિતિ બને છે.
पूयफलं तंबोलय, सूईसुत्तगं च जाणाहि । कोसं च मोयमेहाए, सुप्पुक्खलगं च खारगालणं च ॥१२॥
| શબ્દાર્થ : (૧) સેપારી (૨) પાન (૩) સેય (૪) દેરા (૫) લાવો (૬) ભજન (૭) લઘુનીતિ માટે (૮) સૂપડું તથા ધાન ખાંડવા (૯) ઉખલ તથા ખાર ગાળવા માટે (૧૦) પાત્ર લાવો.
| ભાવાર્થ- સ્ત્રી કહે છે કે પ્રિયતમ! પાન, સોપારી, સોય, દોરા, પેશાબ કરવા માટે વાસણ, ધાન સાફ કરવા સૂપડું તથા ધાને ખાંડવા માટે ઉખલ તથા ખાર ખાર ગાળવા માટે વાસણ લાવે.