________________
૧૬૪
સત્ર કૃતાંગ સૂત્ર અ + ઉ ૨
अह तं तु भेदमावन्न, मुच्छितं भिक्खु काममतिवट्ट । पलिभिंदिया णं तो पच्छा, पादुडु मुद्धि पहणंति ॥२॥
શબ્દાર્થ : (૧) વળી (૨) ચારિત્રથી ભ્રષ્ટ (૩) સ્ત્રીમાં આસક્ત () વિષય ભાગોમાં દત્તચિત્ત (૫) સાધુને (૬) એ સ્ત્રી પિતાને વશીભૂત જાણી (૭) પશ્ચાત્ (૮) પિતાના પગથી (૯) સાધુના શિર પર (૧૦) પ્રહાર કરે છે.
ભાવાર્થ:- ચારિત્રથી ભ્રષ્ટ અને સ્ત્રીમાં આસક્ત, વિષયભેગોમાં દત્તચિત્ત સાધુને પિતાને વશીભૂત જાણી તે સ્ત્રી સાધુના શિર પર પિતાના પગ વડે પ્રહાર કરે છે, છતાં આસક્ત સાધક તેને સહન કરે છે, આસક્ત સાધુની આવી દુર્ગતિ કરે છે. કફોડી સ્થિતિ બનાવી દે છે.
૧૩ ૧૧
૧૦
जह केसिआ णं मए भिक्खू, णो विहरे सह णमित्थीए । केसाणविह लुचिस्सं, नन्नत्थ मए चरिज्जासि ॥३॥
શબ્દાર્થ ઃ (૧) વળી (૨) કેશવાળી હોઈ (૩) મારા (૪) સાથે હે સાધે ? (૫) વિહાર (૬) ન કરી શકતા હતા (૭) અહીં જ (૮) કેશને (૯) લેચ કરીશ (૧૦) મારા વિના (૧૧) અન્ય સ્થાનપર (૧૨) વિહાર (૧૩) ન કરે.
ભાવાર્થ- સ્ત્રી આસક્ત અને પિતાને વશીભૂત થયેલ સાધુને સ્ત્રીઓ કહે છે કે હે સાધ ! કેશવાળી સ્ત્રી સાથે વિહાર ન કરી શકે અગર શરમ લાગતી હોય તે હું અત્રે આજ જગ્યાએ મારા કેશોને ઉખાડીને ફેંકી દઈશ, પરંતુ મારા વિના તમે અન્ય કોઈ સ્થળે વિહાર નહિ કરશો અને વિદેશમાં જે કષ્ટ આવશે તે સહી લઈશ, આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે કરીશ પરંતુ મારાથી દૂર નહિ જવા પ્રાર્થના કરું છું.