________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧
૧૬૧
ભાવાર્થ- જેમ અગ્નિના સ્પર્શથી લાખને ઘડે તપ્ત થઈ શીધ્રપણે નાશ પામે છે એવી જ રીતે સંચમી સાધુ સ્ત્રીઓના પરિચયથી શીઘ્રતાથી સંયમભાવથી પતિત થાય છે, કઠિન વ્રતને ત્યાગ કરી દે છે. એમ જાણી સાધકે સ્ત્રીઓને વિશ્વાસ ન કરે.
- ૧૨
कुव्वंति पावगं कम्मं पुट्ठा वेगेवमाहिंसु । नोऽहं करेमि पावंति, अंकेसाहणा ममेसत्ति ॥ २८ ॥
શબ્દાર્થ : (૧) પાપ (૨) કર્મ (૩) કરનારને (૪) પૂછ્યા થકા એમ કહે છે (૫) હું (૬) પાપકર્મ (૭) કરતો નથી (૮) એ સ્ત્રી બાલ્યાવસ્થામાં (૯) ખોળામાં (૧૦) મારા (૧૧) બેસતી હતી.
ભાવાર્થ- કેઈ સાધક પુરુષ ભ્રષ્ટાચારી પાપકર્મ કરતે થકો આચાર્ય આદિન પૂછયા થકા ઉત્તરમાં કહે કે હું પાપકર્મ કરતો નથી. પરંતુ એ સ્ત્રી બાલ્યાવસ્થામાં મારા ખોળામાં બેસતી હતી, સૂતી હતી. આ રીતે આ લેક તથા પલકના ભય રહિત બની કેટલાએક સાધકો અસત્ય આચરણ કરી સ્ત્રીઓથી ભ્રષ્ટ થઈ સંયમરૂપ ધનને નાશ કરી સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરે છે જાણી સ્ત્રી સહવાસથી દૂર રહેવું.
बालस्स मंदयं बीयं, जं च कडं अवजाणई भुज्जो । दुगुणं करेइ से पावं, पूयणकामो विपन्नेसी ॥ २९ ॥
શબ્દાર્થ : (1) અજ્ઞાની પુરુષ (૨) બીજી (૩) મૂર્ખતા (૪) કરેલા પાપને પૂછા થકા (૫) ઇનકાર કરે છે (૬) ડબલ (૭) પાપ (૮) બાંધે છે (૯) એ પુરુષ (૧૦) પિતાની પૂજાને ઇચ્છે છે (૧૧) અસંયમની ઇચ્છા કરે છે.