________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૪ ઉ૦ ૧
:૧૫e
अन्नं मणेण चिंतेति, वाया अन्नं च कम्मुणा अन्नं । तम्हा ण सहह भिक्खू, बहुमायाओ इथिओ णच्चा ॥२४॥
શબ્દાર્થ : (૧) સ્ત્રીઓ મનથી અન્યનું (૨) ચિંતવન કરતી હોય તેથી (૩) વચનથી બેલતી હોય છે અને (૪) વિપરીત (૫) કાયાથી (૬) અન્ય કરતી હોય છે (૭) બહુ માયાવાળી (૮) જાણ (૯) સ્ત્રીઓને (૧૦) સાધુ સ્ત્રીઓમાં (૧૧) ન રાખે (૧૨) વિશ્વાસ,
ભાવાર્થ – સ્ત્રીઓ મનમાં અન્ય વિચારતી હોય છે, વાણીમાં અન્ય કહેતી હોય છે, અને કાર્ય અન્ય કરતી હોય છે, તેથી સાધુ પુરુષ બહુ માયા કપટ કરનારી સ્ત્રીઓને જાણી, તેના ઉપર વિશ્વાસ ન રાખે, સ્ત્રીઓ પાતાલના ઉદર સમાન, અતિ ગંભીર, મનમાં કાંઈ વિચારતી હોય અને વચનમાં મધુર–પ્રતીતવાળી દેખાય અને વિપાકમાં દારૂણ હોય છે જાણ, સાધક આત્માએ સ્ત્રી સહવાસથી દૂર રહેવું.
जुवती समणं बूया विचित्तलंकारवत्थगाणि परिहित्ता । विरता चरिस्सहं रुक्खं, धम्ममाइक्ख णे भयंतारो ॥२५॥
શબ્દાર્થ : (૧) કોઈ યુવતી સ્ત્રી (4) સુંદર (૩) અલંકાર (૪) વસ્ત્ર (૫) પહેરી (૬) સાધુને (૭) કહે (૮) સંસારથી વિરકત (૯) સંયમ (૧૦) ગ્રહણ કરીશ (૧૧) ભયથી રક્ષા કરનાર હે સાધે ! (૧૨) મને (૧૩) ધર્મ (૧૪) સંભળા.
ભાવાર્થ – કેઈ યુવતી સ્ત્રી વિચિત્ર વસ્ત્ર અલંકાર પહેરીને સાધુ પાસે આવી એમ કહે કે ભયથી બચાવનાર હે સાધો ! હું ગૃહ બંધનથી વિરક્ત બની છું, તેથી સંયમ ગ્રહણ કરીશ આપ મને ધમ સંભળાવો, મારો પતિ મને અનુકુળ નથી અથવા મને