________________
અને દરિયાપુરી સંપ્રદાયના ભાયચંદજી મહારાજ, શ્રમણ સંઘના મુખ્ય આચાર્યશ્રી આત્મારામજી મહારાજ વગેરે અનેક સાધુ સાધ્વીઓના ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સાં. ૨૦૧૧ની સાલમાં શ્રી ધમસિંહજી સંપ્રદાયના શ્રી લાલચંદજી મહારાજને પરિચય થયો. લાલચંદજી મહારાજ પોતે, સંસારપક્ષના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ કુલ ૬ બલકે આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ, તે જાણી તેમને અદ્ભુત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં.
આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતાની સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજનાં દર્શને બેટાદ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર પૂજ્ય શ્રી લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગેએ પૂર્વભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હોઈને વખતે વખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતા જે “હજુ વાર છે. સમય પાકવા દીઓ, જ્ઞાન અભ્યાસ વધારે.”
સાં. ૨૦૧૨ના અષાડ સુદી ૧૫થી શ્રી વિનોદકુમારે આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમીત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો. તેની સાથે શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કુટુંબીક, દિક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ
ત્યાં એવો નિર્ણય કરે કે શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે આપણે બંનેએ દીક્ષા લેવી. પહેલા વિનંદકુમારે અને પછી શ્રી જસરાજભાઈએ દીક્ષા લેવી. શ્રી જસરાજભાઈની દીક્ષા તિથિ પૂ, પુરુષોત્તમજી મહારાજ સાહેબે સાં. ૨૦૧૩ના જેઠ સુદ પને સોમવારે માંગરેલ મુકામે નક્કી - કરી. શ્રી જસરાજભાઈ, વિનોદકુમારને રાજકોટ મળ્યા. શ્રી વિનોદકુમારે