________________
૧૪૮
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧
કથાવાર્તાઓ કરી સાધુઓને સંયમથી ભ્રષ્ટ કરે છે અને સંયમથી ભ્રષ્ટ કરવાના ઉપાયને જાણતી હોય છે. એમ જાણી સાધકે સ્ત્રીને વિશ્વાસ નહિ કરે અને તેનાથી દૂર રહેવું. पासे भिसं णिसीयंति अभिक्खणं पोसवत्थं परिहिंति । कार्य अहेवि दंसंति, बाहू उद्धटु कक्खमणुव्वजे ॥३॥
શબ્દાર્થ: (૧) વિશેષ નજીકમાં આવીને (૨) સાધુની (૩) બેસે છે (૪) વારંવાર (૫) સુંદર વસ્ત્ર (૬) પહેરીને (૭) કાયાના (૮) નીચેના ભાગ (૯) બતાવે (૧૦) ભુજાને (૧૧) ઊંચી કરીને (૧૨) કુક્ષીને (૧૩) બતાવે છે.
| ભાવાર્થ- સાધુને મૂર્ખ સ્ત્રીઓ કેમ ભ્રષ્ટ કરે છે તે બતાવે છે. સાધુની અત્યન્ત નજીકમાં આવીને બેસે છે, સુંદર વચ્ચે પહેરી વારંવાર આવજાવ કરે અને કાયાના અભાગરૂપ જઘાદિકને બતાવતી અંગોને મરકતી ભુજાઓ ઊંચી કરી કુક્ષીના ભાગને બતાવતી સાધુની સન્મુખ બેસી કામવિકાર ઉત્પન્ન થાય તેવાં આચરણ કરે છે.
सयणासणेहिं जोगेहिं इथिओ एगता णिमंतंति । एयाणि चेव से जाणे, पासाणि विरूवरूवाणि ॥ ४ ॥
શબ્દાર્થ : (૧) શયન (૨) આસન (૩) યોગ્ય વસ્તુઓનું (૪) સ્ત્રી (૫) કોઈ સમય (૬) નિમંત્રણ કરે છે (૭) એ બધા વર્તનને (૮) જાણે (૯) પાસ (૧૦) વિવિધ પ્રકારના (૧૧) સાધુ.
ભાવાર્થ – કે સ્ત્રીઓ સાધુને એકલા દેખીને પાટ પાટલા આદિ સાધુઓને યોગ્ય વસ્તુઓ લેવા આવવાનું સ્નેહ વચનેથી