________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ. ૪
૪૩ કામગમાં અતિ આસક્ત છે. જેમ પૂતના ડાકિની સ્તનપાન કરનારા બાલકે પર આસક્ત રહે છે.
अणागयमपस्संता, पच्चुप्पन्नगवेसगा। ते पच्छा परितप्पंति, खोणे आउंमि जोव्वणे ॥१४॥
શબ્દાર્થ : (૧) ભવિષ્યકાળમાં ઉત્પન્ન દુઃખને (૨) નહિ જાણનારા (૩) વર્તમાન કાળનાં સુખ પ્રાપ્ત કરવાના (૪) પ્રયત્નમાં રહે છે. (૫) તેઓ (૬) પશ્ચાત (૭) પશ્ચાત્તાપ કરે છે (૮) નષ્ટ થયે (૯) આયુ તથા (૧૦) યૌવન.
ભાવાર્થ – અસતું કર્મ અનુષ્ઠાનો સાવધકાર્યોથી ભવિષ્ય કાળમાં ઉત્પન્ન થવાનાં દુઃખ નહિ જોતાં જાણુતા કામોમાં આસક્ત લોકો વર્તમાન સુખની ગવેષણામાં રક્ત રહે છે. પરંતુ યુવાવસ્થા તથા આયુષ્ય ક્ષીણ થતાં, તેને પશ્ચત્તાપ કરે પડે છે. અને કહે છે કે મનુષ્ય જન્મ પામી મેં શુભ અનુષ્ઠાને કર્યા નહિ મૃત્યુ સમયે એ રીતે પશ્ચાત્તાપ કરે છે.
जेहिं काले परिकंतं, न पच्छा परितप्पए । ते धीरा बंधणुम्मुक्का, नावकखंति जीविकं ॥ १५ ॥
શબ્દાર્થ ઃ (૧) જે પુરુષોએ (૨) ધર્મોપાર્જન કાળમાં (૩) ધર્મોપાર્જન કરેલ છે (૪) તેને પાછળથી (૫) વૃદ્ધાવસ્થામાં (૬) પશ્ચાતાપ કરવો પડતો નથી. (૭) ધીર પુરષ (૮) બંધનથી છૂટેલ (૯) જીવનની ઈચ્છા કરતા નથી (૧૦) અસંયમ
| ભાવાર્થ- ધર્મઉપાજન સમયમાં જે પુરુષએ ધર્મઉપાજન કરેલ છે, તેને પાછળથી વૃદ્ધાવસ્થામાં પશ્ચાત્તાપ કરે પડતું નથી, તેમ જ કર્મબંધનથી છૂટેલા ધીર પુરુષ, અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી. પરંતુ જીવન અને મરણમાં નિઃસ્પૃહ રહીને સંયમ અનુષ્ઠાનમાં જ ઉપગ રાખી સંયમપાલન કરે છે.