________________
૧૪૦
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૪ ભાવાર્થ- સુખથી સુખની પ્રાપ્તિ થવાના મિથ્યા સિદ્ધાંતને માનવાવાળા શાક્યાદિ સાધુને જ્ઞાનીજને કહે છે કે તમે લોકો જીવહિંસા કરે છે, અસત્ય બોલે છે, વિના દીધેલ વસ્તુને ગ્રહણ કરો છે, મિથુન અને પરિગ્રહમાં વર્તમાન રહેલ છે, એ કારણથી તમે લેકે સંયમી નથી–પચન પાચન આદિ ક્રિયાઓમાં વર્તમાને રહેલ હાઈ જીવહિંસા કરી છે. તથા ગાય ભેંશ ઉંટ આદિ પશુઓ રાખી મૈથુનને અનુમોદન આપે છે, તમે લેકે પિતાને પ્રત્રજિત હોવાનું કહે છે અને ગૃહસ્થને ગ્ય સાવધ અનુષ્ઠાન કરે છે, જેથી તમે લોકો ગૃહસ્થ સમાન જ છે, તેથી મેક્ષના સુખ પ્રાપ્ત કરવા તમે સમર્થ નથી, જગતના જીને ઉન્માર્ગ તરફ લઈ જઈ સંસારવૃદ્ધિ કરો છો. ને અન્યને કરાવો છે. તે તમને જ અહિતનું કારણ છે. એમ જાણે.
एवमेगे उ पासत्था, पन्नवंति अणारिया । इस्थीवसं गया बाला, जिणसासणपरम्मुहा ॥ ९॥
| શબ્દાર્થ : (૧) સ્ત્રીઓના વશમાં રહેવાવાળા (૨) અજ્ઞાની (૩) જૈન શાસનથી પરાડમુખ છો (૪) કોઈ (૫) પાર્થસ્થ નીચે મુજબ (૬) કહે છે (૭) અનાર્ય.
સ્ત્રીઓના વશમાં રહેવાવાળા અજ્ઞાનીઓ જેનશાસનથી વિમુખ રહેલા કઈ કઈ પાસ્થ–પતિત અન્યતીથી ધર્મના સ્વરૂપને નહિ જાગનારા હવે પછી કહેવાશે તે પ્રમાણે બોલે છે.
जहा गंडं पिलागं वा, परीपीलेज्ज मुहत्तगं । एवं विनवणित्थीसु, दोमो तत्थ को सिआ ? ॥ १० ॥