________________
ભત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ. ૪
૧૩૯
તાપરૂપ સંયમ આરાધન એ જ મોક્ષમાર્ગ છે. તેને તે તે ઓ છોડી દે છે અને આરંભ પરિગ્રહવાળા અસત્ય દર્શનને ગ્રહણ કરી સંસાર પરિભ્રમણ કરે છે.
मा एयं अवमन्नता, अप्पेणं लुपहा वहुं ।
एतस्स(उ)अमोक्खाए, अओहारिव्व जूरह ।। ७ ।।
શબ્દાર્થ : (૧) આ જૈનમાર્ગને તિરસ્કાર કરનારા (૨) તમે લોકો (૩) અ૫ અને તુચ્છ વિષય સુખના લેભે અતિ મૂલ્યવાન (૪) મેક્ષના સુખને (૫) નાશ કરનાર એવા તમો (૬) સુખથી સુખની પ્રાપ્તિ હોવાના અસત્ય પક્ષને નહિ છોડનારા (૭) લોહ વણિકની જેમ પશ્ચાતાપ કરશે.
| ભાવાર્થ- અન્ય તીથીઓને જ્ઞાનીજનો કહે છે કે તમે સુખ ભોગવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. એવા તમારા અસત્ પક્ષને આગ્રહ રાખી જૈન શાસનને તિરસ્કાર કરો છો અને તુચ્છ અને અલ્પ વિષય સુખને માટે વિષયસુખના લેભથી અતિ દુર્લભ અને સમાધિમય એવા શાશ્વતા મોક્ષના સુખને બગાડો નહિ. જે તમારા અસતા પક્ષને નહિ છે તે સેનાને છેડી લોઢાને પકડી રાખનાર) લેહ વણિકની જેમ તમારે પશ્ચાત્તાપ કરે પડશે અને સંસાર પરિભ્રમણ ઉભું રહેશે.
पाणाइवाते वता, मुसावादे असंजता । अदिमादाणे वटुंता, मेहुणे य परिग्गहे ॥ ८ ॥
શબ્દાર્થ ઃ (૧) જીવહિંસા (૨) મિથાભાષણ (૩) અદતવસ્તુ લેવામાં (૪) મૈથુન સેવનમાં તથા (૫) પરિગ્રહ સંચયમાં તમે લેકે (૬) રક્ત છે જેથી તમે (૭) સંયમી નથી.