________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ• ૩ ઉ૦ ૪
૧૩૭
| ભાવાર્થ – અસિલ, દેવલ, મહર્ષિદ્વૈપાયન તથા પારાસર ઋષિએ શીતલજલ તથા બીજ તથા હરિત વનસ્પતિને આહાર કરી મુક્તિ સિદ્ધિને પ્રાપ્ત કરેલ છે. એમ સાંભળ્યું છે. આવા પ્રકારે અન્ય તીથી એ કામગમાં આસક્ત હોવાથી ઉપરોકત અસત્ય પ્રચાર કરે છે.
एते पुव्वं महापुरिसा, आहिता इह संमता । भोच्चा बीओदगं सिद्धा, इति मेयमणुस्सुअं ॥ ४ ॥
શબ્દાર્થ : (૧) પૂર્વકાળમાં (૨) એ મહાપુરુષો (૩) સર્વ જગત્રસિદ્ધ થયા હતા (૪) એમ જૈન આગમમાં ૫ણું (૫) માનેલ છે (૬) એ લોકોએ બીજ તથા (૭) શીતલ જલન (૮) ઉપભોગ કરી (૯) સિદ્ધિગતિના લાભને પ્રાપ્ત કરેલ છે (૧૦) એ પ્રમાણે (૧૧) મેં મહાભારત આદિ પુરાણમાં (૧૨) સાંભળ્યું છે.
ભાવાર્થ- કેઈ અન્યતીથી, સાધુઓને ભ્રષ્ટ કરવાની ભાવનાથી, એમ કહે છે કે, પૂર્વકાળમાં જે મહા-પુરુષ પ્રસિદ્ધ થઈ ગયા છે. તેમાંથી કેટલાએકને જેન આગમમાં માનેલ છે. કે એ લેકએ શીતલજલ તથા બીજના ઉપગ કરીને સિદ્ધગતિના લાભને પ્રાપ્ત કર્યો છે, આવું મેં મહાભારત આદિ પુરાણોમાં સાંભળ્યું છે, આવા પ્રકારના અસત્ય ઉપદેશ કરી પિતે સંસાર સાગરમાં ડૂબે છે. અન્યને ડૂબાડે છે; જૈન આગમોમાં તો પાણીને સત્તા માનેલ છે. અને જૈન સાધુઓ કાચા જલને તો સ્પર્શ પણ કરતા નથી. તે પીવાની વાત તે કયાં રહી.
तस्थ मंदा विसीअंति, वाहच्छिन्ना व गद्दभा । पिढतो परिसप्पंति, पिट्ठसप्पो य संभमे ॥ ५ ॥