________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ૦ ૩
૧૪૩
સાધુની વૈયાવચ્ચ કરવી, આહારદિ લાવી આપવાને સાધુ આચાર છે. તે જ સાધુને કલ્પનીય છે. તમારી ધારણા પ્રમાણે પૂર્વે સર્વએ ઉપદેશ આપેલ નથી. આહારાદિ વગેરેને દાન આપવાનો ધર્મ ગૃહસ્થને છે. અને તે દાન ગૃહસ્થને પવિત્ર કરનાર છે. સર્વોએ એવી તુચ્છ દેશના આપેલ નથી કે એષણ આદિમાં ઉપગ નહિ રાખનાર અસંયત પુરુષ રેગી સાધુની વૈયાવચ્ચ કરે અને એષણા આદિમાં ઉપગ રાખનાર સાધુ, રાગી સાધુની દ્રૌયાવચ્ચ કરે નહિ તે ઉપદેશ સર્વજ્ઞ નથી. અન્યતીથીના આક્ષેપ જૈન શાસ્ત્રથી વિરૂદ્ધ છે. સત્ય નથી.
सव्वाहिं अणुजुत्तीहिं, अचयंता जवित्तए । ततो वायं निराकिंचा, ते भुजोवि पब्भिया ॥१७॥
શબ્દાર્થ : (૧) સર્વ (૨) યુક્તિદ્વારા (૩) પોતાના પક્ષની સિદ્ધિ (૪) નહિ થવાથી (૫) અન્યતીથી (૬) વાદને (૭) પુનઃ છોડી (૮) પોતાના પક્ષનું સ્થાપન કરવા (૯) ધૃષ્ટતા કરે છે.
- ભાવાર્થ- અન્યતીર્થીઓ સંપૂર્ણ યુક્તિ દ્વારા પિતાના પક્ષનું સ્થાપન કરવામાં અસમર્થ બને છે. પશ્ચાત્ વાદને છોડી, પિતાના પક્ષની સિદ્ધિ કરવા ધૃષ્ટતા કરે છે. અને ખાલી વિવાદ કરે છે અને ખાલી વચનથી પિતાના ધર્મને શ્રેષ્ઠ બતાવે છે.
रागदोसाभिभूयप्पा, मिच्छत्तेण अभिद्रुता ।
आउस्से सरणं जंति, टंकणा इव पव्वयं ॥ १८ ॥
શબ્દાર્થ : (૧) રાગ અને દ્વેષથી પરાભવ પામેલ (૨) જેને આત્મા છે (૩) મિથ્યાત્વથી (૪) ભરપુર અન્યતીથી શાસ્ત્રાર્થથી વાદ કરવામાં હારી