________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩
૧૩૧
રહિત છે. તથા શુભ અધ્યવસાયેથી રહિત છે. ત્રણને ખણવાથી શ્રેય નહિ પરંતુ બમણી પીડા ઉત્પન્ન થાય છે. તમારા જ માટે તમને ઉદ્દેશીને ગૃહસ્થ લોકો છકાય જીવની ઘાત કરી આહાર બનાવે છે. તે આહારને તમે ભેગો છે. કાચું પાણી તથા બીજ આદિ વનસ્પતિને ઉપભોગ કરે છે તેથી તમે કર્મબંધનથી લિપ્ત બને છે. છતાં શુદ્ધ આચાર પાળવાવાળા સાધુઓને દ્વેષ કરી નિંદા કરો છે. જેથી કર્મબંધનથી બમણું લેપાઓ છે.
तत्तण अणुसिट्टा ते, अपडिन्नेण जाणया । ण एस णियए मग्गे, असमिक्खा वती किती ॥ १४ ॥
શબ્દાર્થ : (૧) મિથ્થા અર્થ બતાવવાની પ્રતિજ્ઞા નથી ગ્રહણ યોગ્ય (૨) ત્યાગ યોગ્ય પદાર્થોના જાણનાર સાધુ (૩) અન્યદર્શનીને (૪) સત્યઅર્થની (૫) શિક્ષાદે છે (૬) આપ લોકોએ સ્વીકાર કરેલ (૭) ભાર્ગ (૮) યુકિત સંગત નથી (૯) આપે સમ્યગૂ દૃષ્ટિ સાધુ માટે (૧૦) આક્ષેપ વચન કહ્યા તે (૧૧) વગર વિચાર્યું કહ્યા છે (૧૨) આપનાં કાર્યો પણ વિવેક શૂન્ય છે.
ભાવાર્થ – સત્ય અર્થ બતાવવાળા તથા હેય ય ઉપાદેય સ્વરૂપને જાણવાવાળા સગ્ગદષ્ટિ મુનિ ઉપરોક્ત અન્યતીથઓને યથાર્થ વાતની શિક્ષા દેતાં કહે છે કે આપ લેકોએ જે માર્ગનો સ્વીકાર કરેલ છે. તે ન્યાય યુક્ત નથી. તથા આપ સમ્યગદષ્ટિ સાધુઓ ઉપર જે આક્ષેપ કરો છો. તે વિના વિચારે કરો છો. તેમ જ આપના આચાર વિચાર વ્યવહાર કર્યો બધાં વિવેકથી રહિત છે.
एरिसा जा वई एसा, अग्गवेणु व्व करिसिता । गिहिणो अभिहडं सेयं, भुजिउं ण उ भिक्खुणं ॥ १५ ॥