________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩
૧૨૭
૧૧ ૧૦
૮
जे उ संगामकालम्मि, नाया सूरपुरङ्गमा । णो ते पिठ्ठमुवेहिंति, किं परं मरणं सिया ॥ ६ ॥
શબ્દાર્થ : (૧) પરંતુ (૨) જે પુરુષ (૩) જગત પ્રસિદ્ધ () વીર પુરુષમાં અગ્રેસર (૫) યુદ્ધ સમય પ્રાપ્ત થયે (૬) પાછા હઠવાની વાત પર (૭) ધ્યાન દેતો નથી (૮) મરણથી (૯) હોઈ શકે (૧૦) વધારે (૧૧) શું.
ભાવાર્થ- જે પુરુષ સંસારમાં પ્રસિદ્ધ તથા વીરપુરુષોમાં અગ્રેસર હોય એવા પુરુષે યુદ્ધ ઉપસ્થિત થતા, યુદ્ધમાં જતાં, પરાજય થવાની, કે છૂપાવાનાં સ્થાન ગવેષણના વિચારો કરતાં જ નથી. પરંતુ એમ માને છે કે બહુ બહુ તે મેત થશે એથી વિશેષ બીજું શું થવાનું છે ? એમ માની યશની ઈરછાવાળા મરણને ભય રાખતા જ નથી. સાધક પુરુષએ પણ સંયમપાલનમાં ધૈર્ય રાખી પ્રાપ્ત થતા પરિષડાને સમભાવે સહન કરવા જાગૃત રહેવું તે આત્માને માટે શ્રેયનું કારણ છે.
एवं समुटिए भिक्खू, बोसिज्जाऽगार-बघणं । आरंभ तिरियं कटु. अत्तत्ताए परिधए ॥ ७ ॥
શબ્દાર્થ : (૧) ગૃહ (૨) બંધનને (૩) ત્યાગ કરી (૪) આરંભને (૫) છેડી (૬) મોક્ષ પ્રાપ્તિ માટે (૭) સંયમમાં સાવધાન (2) સાધુ (૯) સંયમ અનુષ્ઠાન કરે (૧૦) એ રીતે.
ભાવાર્થ – ઉપરોક્ત વીરપુરુષની માફક સંયમમાં સાવધાન બનેલ સાધક ગૃહ બંધનને ત્યાગ કરી, આરંભનો ત્યાગ કરી, સંયમપાલનમાં તત્પર થયેલ સાધુ મોક્ષની પ્રાપ્તિ માટે સંયમ અનુષ્ઠાન કરતે થકે વિચરે. કષાયે તથા ઇન્દ્રિય ઉપર વિજય