________________
૧૨૮
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩ મેળવ મનુષ્ય માટે દુષ્કર રહેલ છે. પરંતુ એક આત્માને વશ કરતાં કષાયે તથા ઈન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર, દુષ્કર, નથી.
तमेगे परिभासंति, भिक्खूयं साहु-जीविणं । जे एवं परिभासंति, अंतए ते समाहिए ॥ ८ ॥
શબ્દાર્થ : (૧) ઉત્તમ આચારથી જીવન નિર્વાહ કરનાર (૨) ભિક્ષના વિષયમાં (૩) કોઈ અન્ય દર્શની (૪) આક્ષેપ વચન કહે છે એ આક્ષેપ (૫) વચન કહેનારા (૬) અન્ય દર્શનીઓ (૭) સમાધિથી (૮) દૂર છે.
ભાવાર્થ – ઉત્તમ અને નિરવદ્ય આચારથી પિતાને જીવન નિર્વાહ કરવાવાળા સાધુના વિષયમાં કેઈ આગળ કહેવાશે તેવા આક્ષેપ વચને કહેનારા અન્ય તીર્થીએ સુસાધુઓની નિંદા કરનાર સમાધિરૂપ મેક્ષથી દૂર રહેલા છે. કારણ કે તેઓ સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રરૂપ અનુષ્ઠાનથી દૂર છે. તેમ જ મોક્ષમાર્ગના અજાણ છે.
संबद्धसमकप्पा उ, अन्न मन्नेसु मुच्छिया । पिंडवायं गिलाणस्स, जं सारेह दलाह य ॥ ९ ॥
શબ્દાર્થ : (૧) ગૃહસ્થની (૨) માફક (૩) વ્યવહાર કરે છે પરસ્પર (૪) એક બીજામાં (૫) આસક્ત રહો છે (૬) રેગી સાધુ માટે (૭) આહાર (૮) લાવો છો (૯) આપે છે. - ભાવાર્થ – અન્યતીથી સમ્યગૃષ્ટિ સાધુએના વિષયમાં એ આક્ષેપ કરે છે કે તમારા સાધુઓને વ્યવહાર ગૃહસ્થની સમાન છે, જેમ ગૃહસ્થ પિતાના સ્વજનેમાં આસક્ત રહે છે, એવી રીતે તમે સાધુઓ પણ પરસ્પર આસક્ત રહે છે. તથા રાગી સાધુને માટે તમે આહાર લાવીને આપે છે