________________
૧૨૬
સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩
પ્રકારથી કદાચિત હું સંયમથી પતિત થાઉં તે કેમ જાણી શકાય ? તેમ જ મારી પાસે પૂર્વોપાર્જિત દ્રવ્ય પણ નથી. તેથી હસ્ત શિક્ષા તથા ધનુર્વેદ આદિ વિદ્યાઓનું શિક્ષણ પ્રાપ્ત કરેલ હોય તો તે વિદ્યાથી સંકટ સમયે મારે નિર્વાહ થઈ શકે. આવા સંકલ્પ કરી અલ્પ પરાક્રમી સાધકે સંયમરૂપ ધનને સાચવી શકતા નથી (ગુમાવી દે છે.) અને સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરી જન્મ, જરા, મરણાદિના ચક્કરમાં ભ્રમણ કર્યા કરે છે અને દુઃખને ભેગવતા કલેશ પામે છે.
इच्चेव पडिलेहंति, वलया पडिलेहिणो । वितिगिच्छसमावन्ना, पंथाणं च अकोविया ॥ ५ ॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) સંયમનું પાલન થશે કે નહિ એવા સંસય (૩) કરવાવાળા (૪) માર્ગને (૫) નહિ જાણનાર છૂપાઈ રહેવાની (૬) સ્થાનનું (૭) ગષણ કરનારા પુરુષની સમાન (૮) વિચાર કરનાર.
ભાવાર્થ- કઈ અલપ પરાક્રમી સાધક સંયમ ગ્રહણ કર્યા પશ્ચાત સંયમ પાલનને અનુભવ થતાં પ્રવ્રજિત સાધકને સૂકા તથા ઠંડા આહાર પ્રાપ્ત થાય, કદાચિત પ્રાપ્ત ન થાય, ભોજનના સમય પશ્ચાત આહાર પ્રાપ્ત થાય, ભૂમિ ઉપર શયન કરવું પડે, લેચ કરે પડે, સ્નાન થાય નહિ, બ્રહ્મચર્ય પાલન આદિ કઠિન આચારે જીવન પર્યત પાલન કરવાના હોય છે. તેથી આ પ્રકારે સંયમનું પાલન થઈ શકશે કે નહિ થઈ શકે ? આવા પ્રકારની શંકા કરવાવાળા કાયર સાધકો આ વીતરાગ માર્ગને અજાણ, જેમ યુદ્ધમાં જનાર કાયર પુરુષ યુદ્ધમાં જતા પેલા શંકિત થઈ, કદાચ પરાજય થાય તે તેમાંથી બચાવ કરવા માટે છૂપાવાનાં રથાને શેધી રાખે છે. એ પ્રકારે કાયર સાધકે સંયમ પાલનની શંકાથી નિમિત્ત શાસ્ત્ર આદિ વિદ્યાઓથી પિતાને જીવન નિર્વાહ ચલાવી શકાય એમ માની સાંસારિક જ્ઞાનને આશ્રય લે છે.