________________
૧૨૨
સૂત્ર કૃતાંગ સત્ર અ. ૩ ઉ૦ ૨
લાગે ! (૭) આવા પ્રકારે (૮) આમંત્રણ કરી ફસાવે છે (૯) જેમ કે સુઅરને ફસાવે છે એ પ્રકારે મુનિને ભોગે ભેગવવા (૧૦) ચાવલના દાણાનું પ્રલેભન આપી.
ભાવાર્થ – હે મુનિવર ! આપે ઘણું દીર્ઘકાળ સુધી સંય. મનાં અનુષ્ઠાનો કર્યા છે. તો હવે ભેગો ભેગવતાં આપને કયાંથી દોષ લાગે ? એટલે દેવ લાગે નહિ. આવા પ્રકારે ચક્રવતી આદિ તરફથી સાધુને આમંત્રણ આપીને જેમ લેકો સુઅરને ચાવલના દાણાનું પ્રલોભન આપી ફસાવી મારે છે. એ જ પ્રકારે સાધુઓને ભેગોનું આમંત્રણ આપી સાધુઓને ફસાવી સંયમ ભાવથી ભ્રષ્ટ કરાવે છે. એમ જાણી સંસારી જીના સંસર્ગથી–સંબંધથી સાધુઓએ (ભેગેના કડવા વિપાકને જાણી) દૂર રહેવું તે હિતકર છે.
चोइया भिक्खाचरियाए, अचयंता जवित्तए । तत्य मंदा विसीयंति, उज्जाणंसि व दुब्बला ॥ २० ॥ ' શબ્દાર્થ : (૧) ભિક્ષુચર્યા આદિ સમાચારી પાલન માટે આચાર્ય આદિદ્વારા (૨) પ્રેરિત કર્યા થકા (૩) સમાચારી પૂર્વક નિર્વાહ કરવામાં (૪) અસમર્થ (૫) મુખજીવ (૬) શિથિલ બને છે (૭) સંયમ પાલનમાં-ઉંચા માંગમા (૮) જેમ (૯) દુર્બળ બળદ થાકી જાય છે.
ભાવાર્થ- સાધુ સમાચારી પાલન કરવા માટે આચાર્ય આદિ તરફથી પ્રેરિત કરવા છતાં મૂખ સાધકો સાધુ સમાચારીનું પાલન કરવામાં શિથિલ બની સંયમને છોડી દે છે. જેમ ઉંચા માગે જતા દુર્બળ બળદ થાકી જાય છે. પડી જાય છે. એમ શિથિલાચારીઓ દશપ્રકારની સાધુ સમાચારીપૂર્વક સંયમપાલન કરવામાં અશક્ત બની મેક્ષ પ્રાપ્તિનું પ્રધાન સાધન, જે અનેક ભવોની પશ્ચાત પ્રાપ્ત થયેલ, મહાપુરુષો દ્વારા આચરિત ચિંતામણિ રત્ન સમાન, અચિંતનય, પ્રભાવવાળા એવા સંયમથી પતિત થાય છે. પાંચ