________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૨
૧૧૯ | ભાવાર્થ- સાધુ પુરુષ જ્ઞાતિજનના સંસર્ગને સંસાર વૃદ્ધિનું પ્રધાન કારણ જાણી તેને ત્યાગ કરે, કારણ કે સ્નેહ છે. તે કર્મ બંધનનું મહાન આશ્રદ્વાર છે. જ્ઞાતિ સંબંધ છે તે અનુકૂળ પરીષહ છે. જેથી સાધુ સર્વોત્તમ આહંત ધર્મને સાંભળી અસંયમી જીવનની ઈચ્છા કરે નહિ.
अहिमे संति आवद्या, कासवेणं पवेइया । बुद्धा जत्थावसप्पंति, सीयंति अहा बुजहिं ॥ १४ ॥
શબ્દાર્થ ઃ (૧) પશ્ચાત કાશ્યપ (૨) આવર્ત (૩) પ્રાપ્ત થતાં (૪) ગેત્રી ભગવાન મહાવીર સ્વામી (૫) દ્વારા બતાવેલ (૬) જ્ઞાની સાધકે તેનાથી (૭) દૂર રહે છે (૮) અજ્ઞાની પુરુષ (૯) આસક્ત બને છે (૧૦) જેમાં.
ભાવાર્થ – ઉપરોક્ત અધિક ૨ પશ્ચાત ભગવાન મહાવીર સ્વામી દ્વારા બનાવેલ આવર્ત–સંસાર પરિભ્રમણ, તે ભાવ આવત. મહા મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન વિષયભોગની ઈચ્છાને સિદ્ધ કરવાવાળી સંપત્તિ વિશેષની પ્રાર્થના તે ભાવ આવતું, તેને સંસારને હેતુ ભગવંત મહાવીરે કહેલ છે. જ્ઞાની પુરુષ, એ આવોંના ફળ વિપાકને જાણતા હોવાથી પ્રમાદને વશ નહિ થતા તેનાથી દૂર રહે છે. પરંતુ જે અજ્ઞાની છે. તે આવર્તમાં ફસાઈ પડે છે અને મહાન દુખ ભોગવે છે.
रायाणो रायऽमचा य, माहणा अदुव खतिया । निमंतयंति भोगेहिं, भिक्खुयं साहुजीविणं ॥ १५ ॥
શબ્દાર્થ: (૧) રાજા મહારાજા (૨) રાજમંત્રી (૩) બ્રાહ્મણ અથવા ક્ષત્રિય (૪) ઉત્તમ આચારથી (૫) સાધુને (૬) જીવન નિર્વાહ કરવાવાળા (૭) શબ્દાદિ વિષયભોગો ભોગવવા માટે (૮) ભિક્ષુને (૯) આમંત્રણ કરે છે.