________________
૧૧૮
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૩ ઉ૦ ૨ ગ્રહણ કરેલ હાથીની સમાન એ સાધુને અનુકૂળ વતન રાખે છે. અને સાધુની પાછળ પાછળ ફરે છે. જેમ નવી વિયાણેલ ગાય પોતાના વાછરૂની પાસે જ રહે છે. એની માફક પરિવાર વર્ગ સાધુની પાસે જ રહે છે.
एते संगा मणूसाणं पाताला व अतारिमा । कीवा जत्थ य किस्संति, नाइ संगेहिं मुच्छिया ।। १२ ॥ | શબ્દાર્થ : (૧) માતાપિતા આદિને સંગ (૨) મનુષ્યને માટે (૩) સમુદ્ર સમાન (૪) દસ્તર છે (૫) જેમાં (૬) જ્ઞાતિસંગમાં (૭) મૂર્ણિત (૮) અસમર્થ પુરુષ (૯) કલેશને પામે છે.
ભાવાર્થ – માતાપિતા આદિ સ્વજન વર્ગને સંબંધ સમુદ્રની સમાન દસ્તર રહેલ છે. જ્ઞાતિ સંગનાં સ્નેહમાં પડેલ શક્તિહીન જ કલેશ ભોગવે છે. જીવ મેહરૂપ પાસમાં બંધાય તેને સંગ કહેવાય સંગ-સ્નેહ છે. તે કમબંધનના હેતુ છે, જેમાં સમુદ્રને હાથથી તર મનુષ્યને દુર્લભ છે. એની માફક અલ૫ પરાક્રમી
ને સ્વજનના સંગથી છૂટવું મુશ્કેલ છે અને તેઓ આત્મ સંબંધમાં કોઈ પણ વિચાર કરી શકતા નહિ હોવાથી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે.
દ
तं च भिक्खू परिन्नाय, सव्वे संगा महासवा । जीवियं नावकंखिजा सोचा धम्म-मणुत्तरं ॥ १३ ॥
શબ્દાર્થ : (૧) જ્ઞાતિ સંબંધના સ્વરૂપને (૨) સાધુ (૩) જાણી (૪). સર્વ સંસારીઓના (૫) સંબંધ મહાન કર્મના (૬) આશ્રવ દ્વારા છે (૭) સાંભળી સાધુ (૮) સર્વોત્તમ (૯) ધર્મને (૧૦) અસંયમી જીવનની (૧૧) ઇચ્છા (૧૨) ન કરે.