________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૧
૧૧૧
अप्पेगे पलियंतेसिं, चारो चोरोत्ति सुव्वयं । बंधंति भिक्खु बाला, कसायवयणेहि य ॥ १५ ॥
શબ્દાર્થ : (૧) કઈ (૨) આસપાસ વિચરતા (૩) જાસુસ અથવા (૪) ચોર છે એમ કહીને રસી આદિથી (૫) સુવ્રત સાધુઓને (૬) બાંધે છે (૭) સાધુને () અજ્ઞાની પુરુષ અનાર્ય દેશ (૯) કઠોર (૧૦) વચને કહી પીડિત કરે છે.
ભાવાર્થ:-- કોઈ અજ્ઞાની પુરુષેઅનાર્ય દેશની આસપાસ વિચરતા સુવ્રત સાધુને અનાર્ય લોકો ચેર અથવા જાસુસ કહી રસી આદિથી બાંધીને કઠેર વચને કહી પીડા આપે છે.
तत्थ दण्डेण संवीते, मुढगा अदु फलेण वा । नातीणं सरती घाले, इत्थी वा कुद्धगामिणी ॥ १६ ॥
શબ્દાર્થ : (૧) અનાર્ય દેશમાં વિચરતા સાધુને (૨) લાઠી (૩) તાડિત કરી મારી અજ્ઞાની પુરુષ ક્રોધિત બની પીડા આપે છે (૪) મુષ્ઠિ (૫) ફલવડે (૬) જ્ઞાતિનું (૭) સ્મરણ કરે તેની માફક (૮) અજ્ઞાની સાધક પોતાના સ્વજનોને સંભારે છે. (૯) સ્ત્રી (૧૦) ક્રોધ પામેલ ઘરમાંથી નાશી જતી.
ભાવાર્થ – અનાર્ય દેશની આસપાસ વિચરતા સાધુને જ્યારે અનાર્ય પુરુષે ક્રોધિત બની લાઠી, મષ્ટિ તથા ફળાદિથી માર મારે છે. ત્યારે મૂર્ખ અને કાયર સાધક સ્વજનેનું સ્મરણ કરે છે. જેમ ક્રોધિત બની ઘરમાંથી ભાગી જતી સ્ત્રી બહાર નીકળ્યા પછી પસ્તાવે કરી જ્ઞાતિજનોનું સમરણ કરે છે. તેની માફક પશ્ચાતાપ કરતે દુઃખને અનુભવે છે. એમ જાણી સાધકે હિંમતવાન બની સંયમ પાલનમાં શુરવીર બની રહેવું.