________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ. ૧
૧૦૭.
વિષાદ અનુભવે છે (૯) કાયર પુરુષ (૧૦) સંગ્રામમાં ગયો થકે વિષાદ કરતો હેય છે (૧૧) જેમ.
ભાવાર્થ:- ગામ અગર નગર આદિ સ્થાનમાં મંદમતિ પ્રવ્રજિત સાધક ગૌચર આદિ માટે ફરતા થકા પૂર્વોક્ત નિંદાજનક શબ્દો સાંભળી સહન કરવામાં અસમર્થ હાઈ ઉદાસ બની વિષાદને અનુભવે છે. જેમ કાયર પુરુષ સંગ્રામમાં ગયો થકે હથિયારોના પ્રહાર થતા વ્યાકુળ બની અપયશને નહિ ગણકારતે ભાગી જાય છે. ને ખેદને અનુભવે છે. તેની માફક કાયર સાધક ખેદ કરે છે.
अप्पेगे खुधियं भिक्खु, सुणी डंसति लूसए । तत्थ मंदा विसीयंति, तेउपुट्ठा व पाणिणी ॥ ८ ॥
શબ્દાર્થ ઃ (૧) કોઈ કઈ ભિક્ષાર્થે ભ્રમણ કરતા (૨) સુધિત (૩) ભિક્ષુને (૪) કુત્તા આદિ (૫) કરડે છે તે (૬) ક્રૂર કરડવાના સ્વભાવવાળા (૭) તે સમયે કાયર (૮) મૂખ સાધક જેમ (૯) દુઃખી થાય છે (૧૦) અગ્નિના સ્પર્શથી (૧૧) જીવ ગભરાઈ ખેદ અનુભવે છે (૧૨) તેની જેમ ખેદ અનુભવતો થકે.
ભાવાર્થ- કઈ કાયર સાધક ભિક્ષાચરી અર્થે ભ્રમણ કરતાં શુધિત સાધુને કઈ કૂર પ્રાણુ જેને કરડવાને સ્વભાવ છે. તેવા કૂતરા આદિ કરડે-બટકા ભરે તે સમયે મૂખ સાધક અગ્નિના સ્પર્શથી પ્રાણી જેમ ગભરાઈ દુઃખી થાય છે. તેની માફક અ૮૫ પરાક્રમી સાધક કૂર પ્રાણીઓના આક્રમણથી ગભરાઈ પીડા પામતે થકે સંયમથી ભ્રષ્ટ થાય છે. કારણ કે કંટક રૂપ કટુ વચન સહન કરવા અતિ કઠિન છે. એમ જાણી આત્માથી સાધકે આવા વચનના તથા પરીષહાના દુઃખે પ્રાપ્ત થતા વૈર્યવાન બની જાગૃતીપુર્વક સંયમનું રક્ષણ કરવું.