________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૩
૧૦૧
अभविंसु पुरावि भिक्खुवो आएसावि भवंति सुव्वता । एयाइं गुणाई आहु ते, कासवस्स अणुधम्मचारिणो ॥२०॥
૧૧
શબ્દાર્થ : (૧) હે સાધુઓ ? (૨) પૂર્વકાળમાં (૩) સર્વજ્ઞ થયા (૪) ભવિષ્યકાળમાં (૫) સર્વજ્ઞ થશે (૬) એ સુવ્રત પુરુષોએ (૭) ઉપરોક્ત (૮) ગુણોને મેક્ષનાં સાધન (૯) કહેલ છે તેમ જ (૧૦) ભગવંતોના (૧૧) આ ધર્મના (૧૨) અનુયાયીઓએ પણ આજ સાધને બતાવેલાં છે.
ભાવાર્થ:- જે તીર્થકર દેવે ભૂતકાળમાં થયા, ભવિષ્ય કાળમાં જે તીર્થંકરો થશે એ સર્વે સુવ્રત પુરુષોએ ઉપરોકત ગુણોને મોક્ષના સાધને બતાવેલ છે ને બતાવશે તથા શ્રી ઋષભદેવજી તથા શ્રી મહાવીર સ્વામીના સર્વ અનુયાયીઓએ પણ ઉપરોકત ગુણોને મેક્ષનાં સાધન બતાવેલ છે. સર્વજ્ઞ પુરુષોના કથનમાં કોઈ ભેદ હોતા નથી. સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રય જ મોક્ષમાર્ગ જાણે,
तिविहेण वि पाण मा हणे, अत्यहिते आणियाण संवुडे । एवं सिद्धा अणंतसो, संपइ जे अ अणागयावरे ॥ २१ ॥ | શબ્દાર્થ : (૧) મન વચન કાયાથી (૨) પ્રાણુઓની (૩) હિંસા ન કરે (૪) પોતાના હિતમાં પ્રવૃત્ત રહે સ્વર્ગની (૫) ઈચ્છા રહિત (૬) ગુપ્ત રહી સંયમ પાલન કરી (૭) સિદ્ધ થયા (4) અનંત જીવો (૯) વર્તમાન સિદ્ધ થાય છે (૧૦) ભવિષ્ય કાળમાં અનંત જીવો સિદ્ધ થશે.
| ભાવાર્થ - દશપ્રાણને ધારણ કરનાર પૈકી કોઈપણ પ્રાણીની હિંસા કરે નહિ. મન, વચન, કાયાથી અહિંસક રહી અને પિતાના હિતમાં પ્રવૃત્ત રહી, સ્વદિકની ઈચ્છા રહિત બની પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહી સંયમનું પાલન કરીને (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ આરાધન) ભૂતકાળમાં અનંતા-જીએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ