________________
૧૦૦
સત્ર કૃતાંગ સત્ર અ. ૨ ઉ૦ ૩
છે. એમ જાણી આત્માથી જીએ આશ્રવનાં દ્વાર બંધ કરવા ઉપયેગવંત રહેવું.
इणमेव खणं विजाणिया, नो सुलभं बोहिं च आहियं । एवं सहिएऽहिपासए, आह जिणो इणमेव सेसगा ॥ १९॥
શબ્દાર્થ : (૧) આ વર્તમાન (૨) અવસર તથા (૩) જોણી (૪) નથી (૫) સુલભ (૬) જ્ઞાન પ્રાપ્તિ (૭) એમ કહેલ છે (૮) એ વાતને વિચાર કરી (૯) જ્ઞાનાદિ સંપન્ન મુનિ (૧૦) એમ વિચારે કે (૧૧) આ કથન કરેલ છે (૧૨) શ્રી ઋષભદેવ ભગવંતે (૧૩) એ જ રીતે (૧૪) અન્ય તીર્થકર દેવોએ પણ એ જ પ્રમાણે કથન કરેલ છે.
ભાવાર્થ – જ્ઞાનાદિ સંપન્ન મુનિ એમ વિચારે કે આ મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, ઈન્દ્રિયોની પૂર્ણતા આદિ મોક્ષનાં બહિરંગ સાધનને અને જ્ઞાન દર્શન ચારિત્ર બોધિ પ્રાપ્ત કરવા રૂપ અત્યંતર સાધનનો સુઅવસર પ્રાપ્ત થયેલ છે, વળી સર્વજ્ઞ ભગવતેએ કહેલ છે કે મોક્ષની પ્રાપ્તિના કારણરૂપ બેધ પ્રાપ્ત થ સુલભ નથી. એમ આદિ તીર્થકર શ્રી ઋષભદેવજીએ પિતાના અઠાણુ પુત્રને ઉપદેશ આપેલ છે. તેમ જ અન્ય તીર્થકર દેએ પણ આજ પ્રમાણે પ્રતિપાદન કરેલ છે, ધમ શ્રવણમાં ઉત્સાહ સાથે તેમાં શ્રદ્ધા એવું ચારિત્રાવરણીય કર્મના ક્ષેપશમથી ઉત્પન્ન સર્વ વિરતિને સ્વીકાર કરવાને અનુકૂળ અવસર તથા સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ સુલભ નથી. એમ જાણ મુમુક્ષુ સાધકોએ અપ્રમત્ત રહી સંયમ પાલન કરવું. ગૃહસ્થોએ અપારંભી અલ્પ પરિગ્રહી થવા અને માનવભવને સફળ બનાવવા જાગૃત રહેવું. વારંવાર આવો અવસર પ્રાપ્ત થ દુર્લભ સમજે.