________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૨ ઉ૦ ૩
૫
વાસુદેવ, બલદેવ તીર્થકર તથા ચરમશરીરી આદિ શ્લાઘનીય પુરુષ સિવાયના મનુષ્યના આયુષ્ય સોપકમી તથા નિરૂપક્રમી બંને પ્રકારના 'હેય છે. સેપક્રમી આયુષ્ય સાતપ્રકારે તુટે છે. તેમ શ્રી ઠાણાંગજી સત્રના સાતમાં ઠાણામાં કહેલ છે. તથા ઉપરની આઠમી ગાથામાં પણ કહેલ છે, વળી મનના આયુષ્ય અલ્પકાળનાં છે. તથા આયુષ્ય તુટયા પછી સાંધી શકાય તેવા નથી. છતાં આસકત છે એમ કહે છે કે પરલોક દેખી કેણ આવેલ છે, પરલોક સંબંધમાં કઈ પ્રમાણ નથી, આવી માન્યતાવાળા બ્રમાત્મક બુદ્ધિવાળા, પાપ કરીને, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરી રહેલાં છે, એમ નિશ્ચયથી જાણે.
अदक्खुव दक्खुवाहियं, (२) सदहसु अदक्खु दसणा । हंदि हु सुनिरुद्ध दमणे माहणिज्जेण कडेण कम्मुणा ॥ ११ ॥ | શબ્દાર્થ : (૧) હે અંધ તુલ્ય મનુષ્ય? (૨) સર્વજ્ઞ ભગવંતના સિદ્ધાંતમાં (૩) શ્રદ્ધાશીલ બને (૪) અસર્વજ્ઞ (૫) દર્શનવાળા (૬) સ્વયંસ્કૃત () મોહનીય (૮) કર્મથી (૯) જ્ઞાન દષ્ટિ (૧૦) બંધ થયેલ (૧૧) જાણે. :
ભાવાર્થ – હે અંધ તુલ્ય મનુષ્યો? સર્વજ્ઞ ભગવંત, કાલકને જાણનારાના પ્રતિપાદન કરેલા સિદ્ધાંતમાં શ્રદ્ધાશીલ બને, અસર્વજ્ઞાત આગમોના સ્વીકાર કરનાર મનુષ્યની જ્ઞાન દષ્ટિ સ્વયં કરેલ મેહનીયકર્મના પ્રભાવથી બંધ થયેલ છે, તેથી આત્માને હિતકારક એવા સર્વત આગમને સ્વીકાર કરી શકતા નથી, તેથી સત્ય સ્વરૂપને સમજી શકતા નથી અને કામોમાં વૃદ્ધ જી આરંભમાં આસક્ત રહી જન્મ મરણાદિક સંસાર પરિભ્રમણનાં દુઃખોથી છૂટી શકતા નથી.
. दुक्खी मोहे पुणो पुणो, निविंदेज सिलोग पूयणं । एवं सहितेऽहिपासए, आयतुले पाणेहिं संजए ॥ १२ ॥