________________
સૂત્ર કૃતાંગ સત્ર અ. ૨ ઉ૦ ૩.
ચારિત્રાદિ સ્વગુણેને પ્રાપ્ત કરવામાં વિનરૂપ છે. જે અજ્ઞાનવશ, પિતાના સુખરૂપ ગુણે હિતકારી છે. તેને છોડી જે શત્રુરૂપ પરભાવકામગે તેને હિતકર માની ગ્રહણ કરે છે અને તે કારણ દ્વારા અનંતાભોથી સંસાર પરિભ્રમણ કરી દુઃખ ભોગવી રહેલ છે. તે દુઃખેને નાશ કરવાને મનુષ્યભવરૂપી અવસર તથા સાથે આર્યક્ષેત્ર આર્યકુળ પાંચ ઈન્દ્રિય સંપૂર્ણ અને જૈન ધર્મને યોગ પ્રાપ્ત થયેલ છે. તેને સફળ બનાવવા જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપનું આરાધન (સંયમ આરાધન) કરવા જગૃત બની રહો એ શ્રી વીરપ્રભુને હિતકારી ઉપદેશ છે.
'
33
अग्गं वणिएहिं आहियं, धारंति राईणिया इहं । एवं परमा महन्वया, अक्खाया उ सराइ भोयणा ॥३॥
- શબ્દાર્થ : (૧) આ લેકમાં (૨) વ્યાપારી દ્વારા (૩) દેશાવરમાંથી લાવેલ (૪) ઉત્તમોત્તમ વસ્તુઓ (૫) રાજામહારાજા આદિ (૬) ગ્રહણ કરે (૭) એ રીતે ઉત્કૃષ્ટ (૮) મહાવત સાધુ પુરુષ જ ધારણ કરી શકે છે. (૧૦) આચાર્યપ્રતિપાદિત (૧૧) રાત્રિ ભોજનના ત્યાગ સહિત. .
ભાવાર્થ – આ લેકમાં વ્યાપારી દ્વારા દૂર દેશાવરમાંથી લાવેલ ઉત્તમોત્તમ કિંમતી વસ્તુઓ રત્ન તથા શ્રેષ્ઠ વસ્ત્રાદિ મોટા રાજામહારાજા અગર શ્રીમંતે આદિ ગ્રહણ કરી શકે. એવી રીતે તિર્થકર તથા આચાર્યો દ્વારા પ્રતિપાદિત રાત્રિભોજનના ત્યાગ સહિત પાંચ મહાવ્રતને સાધુપુરુષ ગ્રહણ કરે છે. કાયર મનુષ્ય અગર વિષય લેલુપ્ત જ માટે મહાવતે બહણ કરવાનું દુષ્કર હોય છે, મહાવ્રતોનું ગ્રહણ, ધૈર્યવાન મહાપુરુષે કરી શકે છે.
जे इह मायाणगा नरा अज्झोववन्ना कामेहिं मुच्छिया। किवणेण समं पगभिया, न वि जाणंति समाहिमाहितं ॥४॥
3