________________
સત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૩.
(૧) જે કઈ (૨) આ લેકમાં (૩) સુખના ગષક છે (૪) મનુષ્ય (૫) સમૃદ્ધિ સાતા ગૌરવમાં વૃદ્ધ છે (૬) કામગોમાં (૭) મૂર્ણિત છે (૭) ઇન્દ્રિય લંપટ (૮) સમાન (૯) લાજરહિત બની કામગોનું સેવન કરે છે તેઓ (૧૦) પુરુષો ધર્મધ્યાનને (૧૧) જાણતા (૧૨) નથી (૧૩) ઉપદેશ દેવા છતાં.
ભાવાર્થ – આ લેકમાં જે પુરુષ વિષય સુખના ગવેષક છે, સમૃદ્ધિ તથા સાતાગીરવમાં તથા કામોમાં આસક્ત છે. મૂચ્છિત છે અને લજજારહિત બની કામગેનું સેવન કરે છે. તેવા પુરુષે અતિ તૃષ્ણાવંત હોઈ તેઓને ધર્મને ઉપદેશ આપવા છતાં સમાધિરૂપ ધર્મયાનને જાણી શકતા નથી. તેમ જ કેટલાએક શિથિલ સાધુઓ. શરીર સુખના ગષક સમિતિનું પાલન નહિ કરતા સંયમને દૂષિત કરી સંયમભાવથી ભ્રષ્ટ થાય છે.
.. वाहेण जहा व विच्छए, अवले होइ गवं पचोइए । से अंतसो अप्पथामए, नाइवहइ अवले विसीयति ॥ ५॥
શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) ગાડીવાન દ્વારા (૩) ચાબુક ભારી () પ્રેરિત કરવા છતાં (૫) દુર્બળ (૬) બળદ (૭) તે (૮) અલ્પ સામવાળા (૯) થાકી જઈ (૧૦) ભારવહન કરી શકતા નથી (૧૧) દુર્બળ બળદ (૧૨) પીડા પામે છે.
ભાવાર્થ- જેમ ગાડીવાન દ્વારા ચાબુક મારી પ્રેરિત કરેલ દુર્બળ બળદ કઠિન ઉંચા માર્ગને પાર કરી શકતા નથી. તે દુર્બળ બળદ અલ્પ શક્તિવાળા હોવાથી વિષમ માર્ગ માં ભાર વહન કરવા સમર્થ થતા નથી. તેથી વિષય માર્ગમાં ફસાઈ કલેશને ભેગવે છે. એવી રીતે કાયર સાધકે વિષય સુખમાં આસક્ત બનેલા સંયમ ભારને વહન કરવા સમર્થ નહિ થતાં, સંયમથી ભ્રષ્ટ થઈ, સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણાદિની વૃદ્ધિ કરતા થકા, દુઃખ ભોગવતા, સંસાર ચક્રમાં અનંતકાળ તક પરિભ્રમણ કર્યા કરશે.