________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૧૦ ૨
___ एवं मत्ता महंतरं धम्ममिणं सहिया बहू जणा । गुरुणो छंदाणुवत्तगा विश्या तिन्न महोघ माहियं तिबेमि ॥ ३२ ॥
શબ્દાર્થ ઃ (૧) એ પ્રકારે (૨) માની (૩) સર્વોતમ (૪) આહત ધર્મ સ્વીકારી (૫) જ્ઞાનાદિ સંપન્ન (૬) બહુ મનુષ્ય (૭) ગુરુ (૮) અભિપ્રાયે (૯) વર્તનાર પાપથી (૧૦) નિવૃત્ત થઈ (૧૧) સંસારરૂપી સમુદ્ર (૧૨) પાર કરેલ છે (૧૩) ભગવતે કહેલ છે એમ કહું છું.
ભાવાર્થ – પૂર્વોક્ત કહેવા મુજબ જીને પિતાના હિતની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. એમ જાણીને પૂર્વકાળે આ જગતમાં સર્વથી ઉત્તમ એવા આહંત ધર્મને સ્વીકાર કરીને જ્ઞાનાદિ સંપન્ન ગુરુના અભિપ્રાય અનુસાર સમ્યકત્વ સહિત શ્રત અને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરીને સર્વ પાપોથી નિવૃત્ત થઈને બહુ પુરુષ-મનુષ્યોએ આ મહા ઘરૂપ સમુદ્રને તરી પાર કરી સર્વ દુઃખેને અતઃ કરી શાશ્વતા અનાદિ અનંત એવા સમાધિરૂપ મેક્ષનાં સુખને પ્રાપ્ત કર્યા છે એમ હું કહું છું.
બીજે ઉદ્દેશ સમાપ્ત
संयुडकम्मस भिक्खुणो, जं दुक्खं पुढे अबोहिए । तं संजमओ ऽविचिजई, मरणं हेच वयंति पंडिया ॥ १ ॥ | શબ્દાર્થ : (૧) કર્મોના પ્રવાહને શેકેલ છે (૨) ભિક્ષુને (૩) અજ્ઞાનવશ (૪) કર્મો (૫) બંધાએલ (૬) તે કર્મબંધન (૭) સંયમથી (૮) ક્ષય થાય છે (૯) જન્મમરણ (૧૦) છેડી (૧૧) પંડિત (૧૨) મેક્ષને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ – જે સાધુએ આઠ પ્રકારનાં કર્મોના આવાગમન આશ્રને રોકેલા છે. તેવા સાધુને જે પૂર્વકાળે અજ્ઞાનવશે કર્મો