________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨
છમાં મનુષ્યભવ સર્વથી ઉત્કૃષ્ટ છે. તેમાં વળી આર્ય દેશ, ઉચ્ચકુળ, શ્રેષ્ઠ જાતિ, ઇન્દ્રિયની પૂર્ણતા, બળ, લાંબુ આયુષ્ય, વિજ્ઞાન, સમ્યકૃત્વ અને ચારિત્રની પ્રાપ્તિ એ બધા મેક્ષપ્રાપ્તિનાં સાધને વારંવાર પ્રાપ્ત થવાં અતિ દુર્લભ કહેલ છે. જેમાં એક દષ્ટાંત આપે છે કે સમુદ્રનાં પૂર્વના કાંઠે ધંસરું નાખે ને પશ્ચિમના કાંઠે ધંસરાની ખીલી નાખે એ બને સમુદ્રના તરંગોથી તણાઈ એકઠાં થઈ ઘેંસરામાં ખીલીને પ્રવેશ થ જેમ દુષ્કર છે. એવી જ રીતે ધર્માનુષ્ઠાન રહિત જીને ફરી મનુષ્યભવ પ્રાપ્ત થાવ અતિ દુર્લભ જાણ, આમ વિચારી ધર્મ આરાધન કરવામાં પ્રમાદ કરવા નહિ, એ જ મનુષ્યભવની સાર્થકતા જાણવી
( ૧૨
૧૩
૧૪
૧૧
ण हि नूण पुरा अणुस्सुयं अदुवा तं तल्ल णो समुढिगं । मुणिणा सामाइ आहियं, नारा जग सम्वदसिणा ॥३१॥
| શબ્દાર્થ : (૧) નિશ્ચ (૨) પૂર્વે (૩) સાંભળ્યું (૪) નથી (૫) અથવા (૬) તે સાંભળી (૭) યથાર્થ પણે (૮) અનુષ્ઠાન (૯) કરેલ નથી (૧૦) સર્વ જગતને દેખનાર (૧૧) જ્ઞાતપુત્ર (૧૨) મુનિએ (૧૩) જે સામાયિકનું કથન (૧૪) કહેલ છે.
ભાવાર્થ- સસ્ત જગતના સર્વ પદાર્થોને તથા જીવને તથા જીવઅવની ભૂતકાળની વર્તમાનકાળની તથા ભવિષ્યકાળની પર્યાયને જાણવાવાળા તથા દેખાવાવાળા શાંતપુત્ર મુનિશ્રી ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક આદિ ઋતચારિત્રરૂપ ધર્મનાં અનુષ્ઠાને પ્રતિપાદન કરેલાં છે, જે સર્વ દુઃખેથી છોડાવનાર તે ઉપદેશને જીએ નિશ્ચયથી પૂર્વે સાંભળેલ નથી. અથવા જો તેને સાંભળીને યથાર્થ પણે આચરણ કરેલ નથી, તેવા અને આત્મહિત પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. એમ જાણી વર્તમાન મનુષ્યભવને સફળ બનાવવા આત્માથી જીએ ધર્મ આરાધન કરવા ઉપયોગવંત રહેવું.