________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૨
છે. તે ગ્રહણ કરવા યોગ્ય છે. તેને ગ્રહણ કરે. અન્ય કુપ્રવચનિક આદિ દર્શન સવ સંસારવૃદ્ધિના કારણરૂપ જાણી તેને ત્યાગ કરવો જેમ જુગારી કૃતનામ ચોથા સ્થાનને ગ્રહણ કરી અન્યને છેડી દે છે એ રીતે સાધક, આ વીતરાગ કથિત, અષ્ટકર્મોને ક્ષય કરી. મોક્ષનાં શાશ્વતાં સુખ પમાડનાર મેક્ષ માર્ગને ગ્રહણ કરી અન્ય કુકાવચનિક માર્ગને ત્યાગ કરે એ આત્મહતનું કારણ છે.
उत्तर मणुयाण आहिया, गामधम्मा इह मे अणुस्सुयं । जंसी विरया समुट्टिया, कासवस्स अणुधम्म चारिणो ॥२५॥
શબ્દાર્થ : (૧) દુજેય (૨) મનુષ્યોને (૩) કહેલ (૪) શબ્દાદિ વિષય છોડવા (૫) એમ (૬) મેં (૭) સાંભળ્યું છે. (૮) તેનાથી (૯) નિવૃત્ત (૧૦) સંયમમાં ઉપસ્થિત શ્રી ઋષભદેવજી તથા (૧૧) શ્રી મહાવીરના (૧ર) ધર્મના (૧૩) અનુયાયીઓ છે. | ભાવાર્થ - શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામી આદિ શિષ્યોને ઉદેશી કહે છે કે “શબ્દ આદિ વિષય અથવા મૈથુન સેવન વગેરે કામગોને છોડ મનુષ્યોને અતિ દુષ્કર છે, દુજય કહેલ છે.” એમ મેં ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે, પરંતુ જે સાધકે શબ્દાદિ વિષ તથા મૈથુન સેવનનો ત્યાગ કરી સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેલાં છે. તેઓ જ શ્રી મહાવીર સ્વામી તથા શ્રી. ઋષભદેવ સ્વામીના વીતરાગ ધર્મના સાચા અનુયાયી છે. એમ જાણવું. તેમ જ આ ઉપદેશ શબ્દાદિ વિષયોનો ત્યાગ કરવાનો ભગવાન શ્રી ઋષભદેવજીએ પોતાના પુત્રને પણ કહેલ હતો.
जे एय चरति आहियं, नाएणं महया सहसिणा । ते તે દિઇ તે સમુદા, મોન્ન જ્ઞાતિ ધનનો ! રદ્દ |
१२
१४
१३