________________
* ૮૧
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨ જગતમાં ઓળખાય છે. પાપી જી હિંસા કરતા લજિજત થતા નથી અને પાપ કરીને સંસાર પરિભ્રમણ કરે છે. એમ જાણી મુનિ સાધકે હું જ ધર્માત્મા છું, તપસ્વી છું, શુભ અનુષ્ઠાન કરવાવાળો છું, અન્ય પાપી જીવે છે. આવા પ્રકારનું અભિમાન–મદનું સેવન કરવું નહિ, સરલ સ્વભાવથી રહી સંયમનું પાલન કરવું.
छंदेण पले इमा पया, बहुमाया मोहेण पाउडा । वियडेण पलिंति माहणे, सीउण्हं वयसाऽहियासए ॥२२॥
| શબ્દાર્થ ઃ (૧) બહુમાયી (૨) મેહથી (૩) કંકાયેલ (8) જીવે પિતાની (૫) ઈચ્છાથી (૬) નરકાદિ ગતિમાં જાય છે (૭) સાધુ પુરુષ (૮) કપટરહિત અનુષ્ઠાને વડે (૯) મોક્ષ સંયમમાં લીન બની (૧૦) શીત–ઉષ્ણ આદિ પરીષહેને (૧૧) મન, વચન, કાયાથી (૧૨) સમભાવે સહન કરે.
ભાવાર્થ- મોહથી ઢંકાયેલાં, બહુ માયા કપટ કરવાવાળાં મનુષ્ય પિતાની ઈચ્છાથી (કામમાં આસક્તિના કારણે) નરક, તિર્યંચાદિ ગતિઓમાં જાય છે. ત્યાં અસહ્ય દુદને ભગવે છે. એમ જાણી સાધુ પુરુષો કપટ રહિત અનુષ્ઠાન દ્વારા મોક્ષપ્રાપ્તિ માટે, સંયમમાં લીન બની શીતઉણ–અનુકૂળ પ્રતિકૂળ જે કઈ પરીષહ ઉપસર્ગ ઉત્પન્ન થાય તેને મન, વચન, કાયાથી સમભાવપૂર્વક સહન કરે અને ઉપગવંત રહી સંયમ પાલન કરે જગતમાં ઘણા અજ્ઞાની છે ઘેટાં બકરાં આદિ પ્રાણીઓની ઘાત કરી તેને ધર્મનાં સાધન માને છે વળી કઈ મનુષ્ય પોતાના સમાજના રક્ષણ માટે ધન, ધાન્ય, દાસ, દાસી વગેરે પરિગ્રહ સંગ્રહ કરે છે. વળી કે કે મનુષ્ય વારંવાર પિતાના શરીર ઉપર તથા બેસવાના સ્થાને જળ છાંટે છે, આદિ આવા સાવદ્ય અને માયા પ્રધાન કાર્યોથી જગના ભેળા લોકોને ઠગે છે. આવી રીતે અજ્ઞાની મનુષ્યો પાપ કરી દુર્ગતિમાં જાય છે. એમ જાણી સાધકે જાગૃત રહેવું.