________________
સૂત્ર કૃતગિ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૨
૭૯
ભાવાર્થ- ગરમ પાણીને ઠંડુ કર્યા વિના પીવાવાળા તથા શ્રત અને ચારિત્ર ધર્મમાં સ્થિત અને અસંયમથી લજજાપામવાવાળા, તથા શાક્ત આચાર પાળવાવાળા મુનિને પણ, રાજા મહારાજા આદિને સંસર્ગ બુર અને સંયમપાલનમાં વિનરૂપ તથા સમાધિને ભંગ કરાવનાર છે. એમ જાણું રાજા આદિના સંસર્ગથી દૂર રહેવું. ગૃહસ્થાના આચાર હિંસામય કામગની લાલસાવાળા પરિગ્રહ મમત્વવાળા હોય છે. તેથી ગૃહસ્થોના પરિચયથી દૂર રહેવું તે સુનિ સાધકને માટે હિતનું કારણ છે.
अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अढे परिहायती बहु अहिगरणं न करेज पंडिए ॥ १९ ॥
શબ્દાર્થ : (૧) કલેશ કરતા હોય (૨) જે સાધુ (૩) પ્રગટ (૪) ભયાનક (૫) વચન બેલતો હોય (૬) મેક્ષ તથા સંયમ (૭) નષ્ટ (૮) અતિ (૯) પંડિત (૧૦) કલેશ (૧૧) નહિ (૧૨) કરે.
ભાવાર્થ- જે કોઈ સાધુ, પ્રગટપણે કલેશ ઝઘડા કરતે હોય અને ખરાબ ભયંકર વચન બોલતે હોય તે તેને મેક્ષરૂપીઅર્થ તથા મોક્ષના કારણરૂપ સંયમને અતિ પ્રમાણમાં નાશ થાય છે, હીનતાને પામે છે, એમ જાણીને વિવેક મુનિ-સાધક, કલેશ-ઝઘડા ન કરે, તથા કલેશ ઉત્પન્ન થાય તેવા વચને બેલે નહિ, કલેશથી તથા અસભ્ય વચનથી સામી વ્યક્તિના ચિત્તમાં દુઃખ ઉત્પન્ન થાય છે. તેમ જ કલેશથી અસભ્ય વચનેથી ઘણું કાળની તપસ્યા વડે તથા બ્રહ્મચર્ય પાલનથી ઉપાજન કરેલ પુણ્યને નાશ થાય છે. એમ જાણ પંડિત સાધક કલેશ ન કરે અને વાણી નિરવદ્ય પ્રિય, અને સત્ય બેલે. (એ સાધુપુરુષને આચાર છે)