________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૨.
પામવાની ભાવના પણ ન રાખે, કારણ કે ગર્વ છે તે સૂક્ષ્મ શલ્ય છે. તેને ઉદ્ધાર કરે બહુ કઠિન છે. તેમ જ સદ્ગતિ પ્રાપ્ત કરવામાં મહાન વિજ્ઞરૂપ છે. એમ જાણી તપસ્વી મુનિ કયારે પણ ગર્વ ન કરે. કષાયમાત્ર સંસાર વૃદ્ધિના હેતુઓ છે. એમ જાણ સમભાવથી સંયમનું પાલન કરવું.
- ૧૩
एगे चर ठाणमासणे, सयणे एग समाहिए सिया । भिक्खू उवहाण वीरिए, वह गुत्ते अज्झत्त संवुडो ॥ १२ ॥
શબ્દાર્થ : (૧) એકલે (૨) વિચરે (૩) કાયોત્સર્ગ (૪) આસન (૫) શયન (૬) એકલે (૭) ધર્મધ્યાન યુક્ત (૮) રહે (૯) ભિક્ષુ (૧૦) તપમાં (૧૧) બળપરાક્રમ કરે (૧૨) વચનથી ગુપ્ત (૧૩) મનથી ગુપ્ત.
ભાવાર્થ- સાધુ મન, વચન કાયાથી ગુમ રહી, તપમાં બળ પરાક્રમ ફેરવતા થકા ધર્મધ્યાન યુક્ત રહી, સ્થાન, આસન, શયનમાં એકાકી તથા સમભાવે રહે રાગદ્વેષથી રહિત થઈ એકાકી વિચરતા થકાં ઉપયેગવંત રહી સંયમનું પાલન કરતા વિચરે. એ આચાર છે તે એક્ષપ્રાપ્તિને હેતુ જણ.
णो पीहे न याव पंगुणे, दारं सुन्न-घरस्स संजए । पुढे ण उदाहरे वय, ण समुच्छे णो संथरे तणं ॥ १३ ॥
શબ્દાર્થ : (૧) ઘરના કમાડ (૨) સાધુ (૩) સૂના ઘરનાં (૪) ઉઘાડે નહિ (૫) બંધન કરે (૬) પૂછે (૭) વચન (૮) ન બોલે (૯) મકાનને કચરે બહાર કાઢે નહિ (૧૦) તૃણની શયા ન બિછાવે.
ભાવાર્થ - શૂન્ય ઘરનાં કમાડ ઉઘાડે નહિ, તથા બંધ કરે નહિ, કઈ પ્રતિમા ધારી અથવા જિન કલપી સાધુને પ્રશ્ન પૂછે તે