________________
સૂત્ર કૃતાંગ સત્ર અ. ૨ ઉ૦ ૨
ભાવાર્થ- સોનું, રૂપુ, ધન, સ્વજને આદિ જે પરિગ્રહ છે તે બધા મમત્વી પુરુષને આ લેકમાં દુખના દેનારા છે, પરંતુ પરલોકમાં પણ દુઃખરૂપ છે, દુખના દેનારા છે, કારણ કે પરિગ્રહ મેળવતાં આરંભ થાય છે, આરંભથી અશુભ કર્મોના બંધ થાય છે, તેમ જ તે જીની સાથે (આરંભથી) વિરબંધન થાય છે. તેથી આરંભી જીને આ લોક અને પરલોકમાં તે પાપકર્મના વિપાકો દુઃખરૂપ જોગવવાં પડે છે. વળી ધન પ્રાપ્તિ વખતે પણ કષ્ટ ભેગવવું પડે છે. તેનું રક્ષણ કરવાની પણ ચિંતા અને ઉદ્વેગ રહે છે અને તે ધનને વિયાગ થતાં પણ દુઃખ અનુભવાય છે, જેથી પરિગ્રહ અને આરંભ બને દુઃખના જ પાત્ર-દુઃખના જ હેતુઓ છે. ગ્રહવાસમાં આસક્ત છાને સ્ત્રીઓ સાપ સમાન છે, બંધુજન બંધન સમાન છે, વિષય વિષ સમાન છે, છતાં મનુ મહિને વશ થઈ શત્રુરૂપ સાધનને મિત્ર માની સંસારમાં રહે છે. નેહરૂપ મમત્વ એ એકાંત અનર્થ રૂપ છે એવું જાણી આરંભ પરિગ્રહથી દૂર રહેવું એ આત્મહિતનું કારણ જાણવું.
महयं परिगोव जाणिया, जा वि य बंदण पूयणा इहं ।
"9 "" ૦૨ ૧૧ सुहमे सल्ले दुरुद्धरे, विउमंता पयहिज संथवं ॥ ११ ॥
| શબ્દાર્થ : (૧) સંસારી પરિચય (૨) મહાન કીચડ સમાન (૩) જાણી (૪) આ લેકમાં (૫) વંદન તથા (6) પૂજન (૭) સૂક્ષ્મ (૮) શલ્ય (૯) ઉદ્ધાર દુષ્કર છે (૧૦) વિદ્વાન પુરુષ (૧૧) પરિચય (૧૨) ત્યાગ કરે.
* ભાવાર્થ – સાંસારિક જીને પરિચય મહાન કીચડ સમાન જાણી સાધક તેના પરિચયથી દૂર રહે. તેમ જ આ લેકમાં જે વંદન, પૂજા, સત્કાર, માન, પ્રતિષ્ઠા વગેરે કર્મને ઉપશમના ફળ જાણુને તથા વંદન પૂજા આદિની ભાવના આભ્યન્તર કષાય રૂપ જાણ વંદન, પૂજા આદિને પામી વિદ્વાન મુનિ ગર્વ ન કરે અને વંદન પૂજા