________________
૭૨
સુત્ર કૃતાંગ સત્ર અ ર ઉ રે
તથા આભ્યન્તર મમત્વ આદિમાં આસક્ત નહિ રહેતાં, કડી માફક નિર્મળ બની, કાશ્યપગંત્રી ભગવાન મહાવીર સ્વામીના પ્રગટ કરેલ દશવિધ યતિ ધર્મને પ્રગટ કરે.
बहवे पाणा पुढो सिया, पत्तेयं समय समीहिया । जे मोणपयं उवहिए, विरतिं तत्य अकासि पंडिए ॥ ८ ॥
| શબ્દાર્થ: (૧) બહુ (૨) પ્રાણી (2) પૃથક પૃથફ આ જગતમાં (૪) નિવાસ કરે છે (૫) પ્રત્યેક પ્રાણીને (૬) સમભાવ (૭) દેખી (૮) સંયમમાં (૯) ઉપસ્થિત (૧૦) પંડિત પુરુષ (૧૧) જીવહિંસાથી (૧૨) નિવૃત્ત (૧૩) થાય.
ભાવાર્થ – દશ પ્રકારનાં પ્રાણેને ધારણ કરનાર પ્રાણીઓ (એકેન્દ્રિયે ચાર પ્રાણ, બે ઇન્દ્રિયને છ પ્રાણ, તેઈન્દ્રિયને સાત પ્રાણુ, ચૌરદ્રિયને આઠ પ્રાણ, અસંસી પંચેન્દ્રિય તિર્યંચને નવ પ્રાણ, અસંસી મનુષ્યને આઠ પ્રાણ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકને દશ પ્રાણ હોય છે. પાંચ ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયદળ, શ્વાસે છવાસ, આયુષ્ય દશ પ્રાણ કહેવાય. આ પ્રાણેની ઘાત એ જ હિંસા છે કારણ કે સર્વ જીવોને પિતાનાં પ્રાણે અતિ પ્રિય છે. એક પણ પ્રાણુ દુભાય ત્યાં જીવહિંસા સમજવી– (આરંભ સમજ) આ જગતમાં પૃથ્વી આદિ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત આદિ ભેદથી પૃથક્ પૃથક્ જ સર્વ સ્થાનમાં નિવાસ કરી રહેલા છે, પ્રત્યેક પાણઓ સુખથી સંતોષ અનુભવે છે, દુઃખથી ખેઢ કરે છે. જીવન સહુને પ્રિય છે. એમ વિચારીને સર્વ પ્રાણીઓનાં વિષયમાં મધ્યસ્થવૃત્તિ ધારણ કરી, સંયમમાં ઉપસ્થિત પંડિત મુનિ, પાપ અનુષ્ઠાનેથી દૂર રહે એટલે પ્રાણઘાતથી નિવૃત્ત થાય. આવા પ્રકારે સાધકને આચાર છે. તે સંસાર પરિભ્રમણના નાશને ઉપાય અને મોક્ષપાપ્તિને સારો ઉપાય છે. એમ જાણી સાધક આત્માએ તથા આત્માથીઓએ આરંભથી નિવૃત્ત થવું.