________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨
શબ્દાર્થ ઃ (૧) જે પુરુષ (૨) અન્ય (૩) પુરુષ (૪) તિરસ્કાર (૫) સંસારમાં (૬) ચિરકાળતક (૭) પરિભ્રમણ કરે છે (૮) પરનિંદા (૯) પાપ ઉત્પન્ન કરાવે છે (૧૦) જાણ (૧૧) મુનિ (૧૨) મદ કરે નહિ. | ભાવાર્થ – જે પુરુષ અન્ય કઈ વ્યક્તિને તિરસ્કાર કરે છે. તે લાંબા કાળ સુધી સંસારમાં જન્મમરણરૂપ પરિભ્રમણ કરે છે, પરનિદા પાપ છે, દુઃખ ઉત્પન્ન કરાવનાર છે, એમ જાણુ મુનિએ મદ કરી કેઈની નિંદા કરવી નહિ. અહંભાવ આવ્યા વિના 'નિંદા થાય નહિ, તેથી નિંદાનું મૂળ કારણ અહંભાવ છે, અહંભાવ તથા નિહા અશુભ કર્મબંધન તથા અધમગતિ પ્રાપ્ત કરવામાં હેતુ છે. એમ જાણી મદને ત્યાગ કરી અન્યની નિંદા કરવી નહિ, પરંતુ સંયમપાલન કરવામાં સદા ઉપયોગવંત રહી અપ્રમાદ ભાવે વિચરવું.
जे यावि अणायगे सिया, जे विय पेसगपेसए सिया। जे मोणपयं उर्वहिए, नो लज्जे समयं सया चरे ॥ ३ ॥
શબ્દાર્થ : (૧) જે કાઈ (૨) નાયકરહિત (૩) ચક્રવતી હોય (૪) તેના દાસ (૫) દાસ (૬) હેય (૭) સંયમ ગ્રહણ કરેલ (૮) હોય છતાં વંદન વ્યવહારમાં (૯) ન હોવી જોઈએ (૧૦) લજજા (૧૧) સમભાવથી વંદન (૧૨) વ્યવહાર કરે (૧૩) સદા. '
ભાવાર્થ- સાધુ આચારમાં વિનયનું સ્વરૂપ બતાવે છે કે નાયક રહિત એવા ચક્રવતીના દાસના દાસે પ્રથમ સંયમ ગ્રહણ કરેલ હોય પશ્ચાત ચક્રવતી સંયમ ગ્રહણ કરે છે તે સાધુ પણામાં (ચક્રવતીએ સંયમ ગ્રહણ કર્યા બાદ) પિતાના દાસના દાસ રૂપ એવા વર્તમાન સાધુપણામાં હોય તેને વંદના વ્યવહારથી સમભાવથી કરે પડે. તે સાધકને આચાર જાણો, તે સાધુને વંદના વ્યવહાર કરતાં ( ચકવતીએ–વર્તમાન સાધુએ ) લજજા ન રાખવી જોઈએ. સમભાવથી વંદના વ્યવહાર કરે આવા પ્રકારને આચાર શ્રી વીતરાગના માર્ગમાં વિનયને તથા અહંભાવ રહિતને છે.