________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
___ ३२ जत्थ य उवस्सयाओ, बाहिं गच्छे दुहत्थमित्तंपि। . एगारत्तिं समणी, का मेरा तत्थ गच्छस्स ? ॥१०८॥ जत्थ य एगा समणी, एगो समणो य जंपए सोम ! । नियबंधुणावि सद्धिं, तं गच्छं गच्छगुणहीणं ॥१०९॥ जत्थ जयारमयारं समणी जंपइ गिहत्थपच्चक्खं । पच्चक्खं संसारे, अज्जा पक्खिवइ अप्पाणं ॥११०॥ जत्थ य गिहत्थभासाहि, भासए अज्जिआ सुरुठ्ठावि । तं गच्छं गुणसायर ! समणगुणविवज्जियं जाण ॥१११॥ यत्र चोपाश्रयात् बहिर्गच्छेद् द्विहस्तमात्रामपि । एकाकिनी रात्रौ श्रमणी, का मर्यादा तत्र गच्छस्य? ॥१०८॥ यत्र च एकाकिनी श्रमणी एकाकी साधुश्च जल्पते सौम्य ! । निजबन्धुनापि सार्धं, तं गच्छं गच्छगुणहीनम् ॥१०९।। यत्र जकारमकारं, श्रमणी जल्पति गृहस्थप्रत्यक्षम् । प्रत्यक्षं संसारे, आर्या प्रक्षिपति आत्मानम् ॥११०॥ यत्र च गृहस्थभाषाभिः भाषते आर्या सुरुष्टाऽपि । तं गच्छं गुणसागर ! श्रमणगुणविवर्जितं जानीहि ॥१११॥
૧૦૮. જે ગચ્છની અંદર રાત્રિએ એકલી સાધ્વી બે હાથ માત્ર પ્રમાણ પણ ઉપાશ્રયની બહાર નીકળે ત્યાં ગચ્છની મર્યાદા કેવી હોય? ન જ હોય.
૧૦૯, જે ગચ્છની અંદર એકલી સાથ્વી પોતાના બંધુ મુનિ સાથે બોલે. અગર એકલો મુનિ પોતાની ભગિની સાધ્વી સાથે વાતચીત પણ કરે, તો તે સૌમ્ય! તે ગચ્છને ગુણહીન જાણવો.
૧૧૦. જે ગચ્છની અંદર સાધ્વી કાર મકારાદિ અવાચ્ય શબ્દો ગૃહસ્થની સમક્ષ બોલે છે, તે સાધ્વી પોતાના આત્માને પ્રત્યક્ષ રીતે સંસારમાં નાખે છે.
૧૧૧. જે ગચ્છમાં રુષ્ટ થએલી એવી પણ સાધ્વી ગૃહસ્થના જેવી સાવઘ ભાષાથી બોલે છે, તે ગચ્છને હે ગુણસાગર ગૌતમ! શ્રમણગુણથી રહિત જાણવો.